ETV Bharat / state

મોરવા હડફની પેટા ચૂંટણીમાં બન્ને ઉમેદવારોએ કર્યા જીતના દાવા - કોંગ્રેસ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતેની વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન 17 એપ્રિલના રોજ યોજાયું હતુ જેનું પરિણામ આગમી 2 મેંના રોજ જાહેર થશે. આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બન્ને પાર્ટીના ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા.

મોરવા હડફની પેટા ચૂંટણીમાં બન્ને ઉમેદવારોએ કર્યા જીતના દાવા

author img

By

Published : Apr 30, 2021, 9:02 PM IST

  • 17 એપ્રિલે મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થયું હતુ
  • 2 મેના રોજ પરિણામ જાહેર થશે
  • બન્ને પાર્ટીના ઉમેદવારોએ જીતના દાવા કર્યા

પંચમહાલઃ જિલ્લાના મોરવા હડફ ખાતેની વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન 17 એપ્રિલના રોજ યોજાયું હતુ જેનું પરિણામ આગમી 2 મેંના રોજ આવશે. આ બેઠક પર 3 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જો કે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જેમાં ભાજપે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ પક્ષે સુરેશભાઈ કટારાને મેદાને ઉતાર્યા હતા. હાલ બન્ને પક્ષના ઉમેદવારો પોતાની જીતના દાવાઓ કરી રહ્યા છે. જ્ઞાતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બેઠકમાં આદિવાસી અને બક્ષીપંચના મતદારોનું પ્રભુત્વ છે.

ભાજપના જીતના કારણો

ભાજપના નિમિષાબેન સુથારની વાત કરીએ તો પોતે ભાજપના પાયાના કાર્યકર્તા છે, શિક્ષિત મહિલા ઉમેદવાર છે. નિમિષાબેન સુથારના સસરા એ. કે. સુથાર ત્રણ ટર્મ સુધી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. દરમિયાન વર્ષ 2013માં મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી ત્યારે ભાજપે નિમિષાબેન સુથારને ટિકિટ ફાળવી હતી જેમાં નીમિષાબેન સુથારનો 15,716 મતની લીડથી આ વિજય મોરવા વિસ્તારના દિગ્ગજ ગણાતા કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટ સામે થયો હતો.

આ પણ વાંચોઃ મોરવા હડફના ઉમેદવારોની રાજકીય સફર

નિમિષાબેન સુથારે ઇલેટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો

નિમિષાબેન સુથારે ઇલેટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ પંચમહાલ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. ધારાસભ્યના પોતાના કાર્યકાળ દરમિયાન નિમિષાબેન સુથારે કરેલા વિકાસ કાર્યો અને તેમનું મતદારો ઉપરનું પ્રભુત્વ હોય શકે છે. જો કે પોતે આદિવાસી છે અને તેમના સાસરી પક્ષે બક્ષીપંચના હોવાના લીધે આદિવાસી અને બક્ષીપંચ બન્ને સમાજના વોટ મળી શકે છે. હાલ દેશ અને ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન છે તેમજ થોડા સમય પહેલા જ યોજાયેલી સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લેહરાયો છે એની પણ અસર મતદારો પર પડી શકે એમ છે.

સુરેશભાઈ છગનભાઇ કટારા કોંગ્રેસના વર્ષોથી કોંગ્રેસના પાયાના કાર્યકર્તા છે

બીજી તરફ કોંગ્રેસના પસંદ કરાયેલા સુરેશભાઈ છગનભાઇ કટારા કોંગ્રેસના વર્ષોથી પાયાના કાર્યકર્તા રહ્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર સુરેશ કટારા છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ પક્ષના સક્રિય સભ્ય છે અને 10 વર્ષ સુધી મોરવા હડફ તાલુકાની સાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલા છે. સુરેશ ભાઈએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પણ છે, તેમના પત્ની અગાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્ય પણ રહી ચૂક્યા છે. એવી જ રીતે તેઓના પિતા પણ ત્રણ ટર્મ તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ જાહેર કર્યા ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવારે નિમિષાબેન આદિવાસી ન હોવાના પુરાવા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યા હતા

આ ઉપરાંત સ્થાનિક અને આદિવાસી સમાજના હોવાથી કોંગ્રેસ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે. તેમેજ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા નિમિષાબેન આદિવાસી નથી એ બાબતે પણ ચૂંટણી પંચ સમક્ષ પુરાવા રજૂ કર્યા હતાં. જેમાં મોરવા હડફ બેઠક માટે કેટલાક લોકોએ ભાજપના ઉમેદવાર અસલ આદિવાસી નથી એમ વિરોધ નોંધાવ્યો હતો તેમજ મૂળ આદિવાસી ને ભાજપ ટિકિટ આપે એવા સુર છેડ્યા હતા. જેને લઈને પણ કોંગ્રેસના ઉમેદવારને સીધો ફાયદો થઈ શકે એમ છે.

સૌથી વધુ આ બેઠકમાં પંચમહાલ જિલ્લાના મતદાન વિસ્તારોનો સમાવેશ થાય છે

મોરવા હડફ પેટાચૂંટણી માટે આંકડાકીય માહિતીની વાત કરીએ તો અહીં કુલ કુલ 2,18,793 મતદારો છે. આ બેઠક પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોનો સમાવેશ કરતી હોવાથી વિશિષ્ટ સમીકરણો ધરાવતી બેઠક કહી શકાય. સૌથી વધુ આ બેઠકમાં પંચમહાલ જિલ્લાના મતદાન વિસ્તારોનો સમાવેશ થાય છે.

125- મોરવા હડફ (અનુસૂચિત જનજાતિ) વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,18,793 મતદારો છે

125- મોરવા હડફ (અનુસૂચિત જનજાતિ) વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,18,793 મતદારો છે. જે પૈકી 1,11,082 પુરૂષ મતદારો તથા 1,07,711 સ્ત્રી મતદારો છે તેમજ દિવ્યાંગ મતદારોની સંખ્યા 778 છે. આ વિધાનસભા મતવિભાગમાં કુલ મતદાન મથકોની સંખ્યા 329 છે. આ તમામ બાબતો વચ્ચે બન્ને પક્ષના ઉમેદવારો પોતાની જંગી જીતનો દાવો કરી રહ્યા છે પણ આખરી નિર્ણય તો 2જી મેં ના રોજ મતગણતરી બાદ જ ખબર પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.