ETV Bharat / state

પંચમહાલ પહાડોમાં આવેલા ખુણિયા મહાદેવ, જ્યાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે - ખૂણેશ્વર મહાદેવનું મંદિર

પંચમહાલ: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે યાત્રાધામ પાવાગઢ પર્વતની આસપાસ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પાવાગઢની તળેટીમાં એક ધોધથી વિશ્વામિત્ર નદીની શરૂઆત થાય છે. અહીં ખૂણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે ખુણિયા મહાદેવ તરીકે પણ ઓળખા છે. જોખમી અને મોટા પથ્થરોની વચ્ચે શનિ-રવિની રજામાં અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. Etv Bharat પ્રથમ વખત જંગલની જોખમી મુસાફરી કર્યા બાદ વિશ્વામિત્રી નદીના ઉદગમ સ્થાન સુધી પહોંચ્યું છે. જુઓ અમરો વિશેષ અહેવાલ...

પંચમહાલ પહાડોમાં આવેલા ખુણિયા મહાદેવ
author img

By

Published : Aug 30, 2019, 9:03 AM IST

ગુજરાતની પ્રજા ખાણીપીણી અને હરવા ફરવાની શોખીન છે. પાવાગઢની તળેટીમાં આવેલા પાતાળ તળાવથી વિશ્વામિત્રીના ઉદગમસ્થાન એટલે કે ખુણિયા મહાદેવ ધોધ સુધી પહોંચી શકાય છે. પાવાગઢ આવતા પ્રવાસીઓ મકાઇ ડોડાની મજા માણતા માણતા જ્યાં એક તરફ ખુણિયા મહાદેવ મંદિર અને બીજી તરફ ખુણિયા ધોધ છે. ઘટાદાર જંગલમાં એક દિવ્યાંગ પ્રવાસીએ શું કહ્યું આવો જાણીએ..

અહીંથી અડધો કિમી અંતર જંગલમાંથી પસાર થાઓ એટલે પાવાગઢના ભવ્ય પહાડો જોવા મળે. ખૂણેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચ્યા બાદ મંદિરના ગોપાલજી મહારાજ કહ્યું કે, આ તપોભૂમિ છે. અહીં વિશ્વામિત્ર અને અગસ્ત મુનિએ તપ કર્યું હતું. આ શિવલીંગ ત્રેતાયુગથી અસ્તિત્વમાં છે. તાજપુરાવાળા નારાયણ બાપુએ પણ અહીં તપ કર્યું હતું. અહીંથી જ વિશ્વામિત્રી નદી નીકળે છે." મંદિરની બહાર નીકળીએ તો ખુણિયો ધોધ જોવા મળે. આ ખુણિયા ધોધ સુધી પહોંચવા માટે મોટા પથ્થરો અને ઝરણાંમાંથી પસાર થવું પડે. અહી તમને કેટલાક લોકો ઝરણામાં નાહવાનો આનંદ લેતા જોવા મળશે. પહાડોની વચ્ચે ધોધનો નજારો અનોખો લાગે છે.

પંચમહાલ પહાડોમાં આવેલા ખુણિયા મહાદેવ

અહીંથી જ વિશ્વામિત્રી નદીની શરૂઆત થાય છે. જે જંગલોમાંથી અને વડોદરામાંથી પસાર થઈ દરિયાને મળે છે. અહીં વડોદરા, સુરત, ભરૂચ, રાજકોટવાસીઓ પરિવાર સાથે મજા માણતા જોવા મળે છે. આમ, ખુણિયા ધોધ પ્રાકૃતિક ડેસ્ટિનેશન બની ગયું છે.

Intro:પંચમહાલ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે.હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. યાત્રાધામ પાવાગઢ પર્વતની આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પાવાગઢની તળેટીમાં આવેલા એક ધોધ થી વિશ્વામિત્ર નદી ની શરૂઆત થાય છે. અહીં ખૂણેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.જે ખુણિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મંદિર અને ધોધ સુધી જવાનો માર્ગ જોખમી અને મોટા પથ્થરોની વચ્ચે પસાર થાય છે. શનિ-રવિની રજામાં અહીં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે અને Etv Bharat પ્રથમ વખત ત્રણ કિમી જંગલની જોખમી મુસાફરી કરીને વિશ્વામિત્રી નદીના ઉદગમ સ્થાન સુધી પહોંચ્યું હતું. તો ચાલો આપણે આ જગ્યા વિષે જાણીએ...

Body:ગુજરાતની પ્રજા ખાણીપીણી અને હરવા ફરવાની શોખીન છે. તેમાં ધોધમાં નહાવાની મજા મળે તો ભયો ભયો.. પંચમહાલના વડા મથક ગોધરાથી 50 કિલોમીટર દૂર હાલોલ તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા પાતાળ તળાવથી વિશ્વામિત્રીના ઉદગમસ્થાન ખુણિયા મહાદેવ ધોધ સુધી પહોંચી શકાય છે.Etv Bharat જ્યારે પાવાગઢ પહોંચ્યું તે અહીં રોડ ની બહાર ગાડીઓ પાર્ક થયેલી જોવા મળી.તો પ્રવાસીઓ મકાઇ ડોડાની જયાફ્ત પર માણતા જોવા મળ્યા.આગળ જંગલ હોવાથી ખાણીપીણીની વસ્તુઓ વેચાતી મળતી નથી.અહીંયાથી જંગલમાં 2 કીમી ચાલીને જવાનું છે.જેના બે પડાવ આવે છે.એક ખુણિયા( ખૂણેશ્વર) મહાદેવ મંદિર અને ખુણિયા ધોધ.... Etv Bharat એ પણ લીલાછમ ઘટાદાર જંગલમાં સફરની શરૂઆત કરી.રસ્તામાં આવતા જતા પ્રવાસીઓ આવતા જતા જોવા મળ્યા જેમાં એક દિવ્યાંગ વ્યક્તિ મખાભાઈ મળ્યા.તેઓ ઘસડાઈને ચાલતા હતા. તેમને જણાવ્યું કે "હું મહારાષ્ટ્રથી હું પહેલીવાર આ જગ્યા ઉપર આવું છું અને હું ખૂણેશ્વર મહાદેવ ના દર્શન કરવા જઈ રહ્યો છું મને બાબા પર પૂરી શ્રધ્ધા છે.હું પહોચી જઈશ." Etv bharat ની સફર આગળ ચાલે છે.સીધો સપાટ રસ્તો ક્યાંક વૃક્ષોની ડાળી ઉપર બેસીને પ્રવાસે ફોટોગ્રાફી કરતા પણ જોવા મળે છે. એક કિમી ચાલ્યા પછી ખળખળ વહેતા અને મધુર સંગીત રેલાવતા ઝરણાં દેખાય છે. અહીંથી અડધો કિમી અંતર જંગલમાં કાપો એટલે પાવાગઢની ભવ્ય પહાડીઓ જોવા મળે છે.અમેં ચાલતા ખૂણેશ્વર મહાદેવ મહાદેવ મંદિર સુધી પહોંચ્યા. અહીં અમે મંદિરની સેવા કરતા ગોપાલજી મહારાજ સાથે વાતચીત કરી તેમને મંદિરના શિવલિંગ નો વિડીયો લેવાની ના પાડી પણ તેમને ઓફ કેમેરા ETV Bharatને જણાવ્યું કે" આ તપોભૂમિ છે.અહીં વિશ્વામિત્ર અને અગસ્ત મુનિને તપ કર્યું હતું.આ શિવલીંગ ત્રેતાયુગથી અસ્તિત્વમાં છે. અહીંના તાજપુરાવાળા નારાયણ બાપુએ પણ અહીં તપ કર્યું હતું.અહીંથી જ વિશ્વામિત્રી નદી નીકળે છે." અહીં બહાર મંદિરની બહાર એક મકાનની દિવાલ પર તંત્ર દ્રારા નોટિસ મારી હતી કે અહીં આવેલા ધોધ પાસે જવું નહીં મોટા પથ્થરો પડવાનો સંભવ છે. અહીંથી આગળ જતાં રસ્તા પર પ્રવાસીઓ જતા હતા.અહીં રસ્તો કઠિન અને મોટા પથ્થરો વાળો અને ઝરણાં માંથી પસાર થાય છે.અહી અમને કેટલાક લોકો ઝરણામાં નાહવાનો આનંદ લેતા જોવા મળ્યા. પહાડીઓની વચ્ચે પડતા ધોધનો નજારો દેખાયો. સીધી સપાટ દેખાતી પહાડી ઉપરથી વિશાળ ધોધ સ્વરૂપે સફેદ દૂધ જેવા દેખાતું પાણી નીચે કાળા પથ્થરની શિલા ઉપર પડતું .અહીંથી જ વિશ્વામિત્રી નદીની શરૂઆત થાય છે. જે જંગલો પસાર થઈને વડોદરા શહેર અને તાલુકામાં પસાર થઈ દરિયાને મળે છે.અહીં ધોધ નીચે યુવક યુવતીઓ નાહવાનો આનંદ લેતા ચિચિયારીઓ પાડતાજોવા મળ્યા. સેલ્ફી લેતા પણ જોવા મળ્યા. અહીં વડોદરા, સુરત, ભરૂચ, તો કોઈ રાજકોટ પરિવાર સાથે આવ્યા હતા. જોકે તંત્ર દ્વારા ન નાહવાના તેમજ પથ્થરો પડવાની સૂચના હોવા છતાં અહીં આવેલા પ્રવાસીઓ પોતાના જોખમ ઉપર આનંદ લેતા જોવા મળ્યા. ચોમાસુ પુરૂ થતાં ધોધમાં પાણી વહેતુ બંધ થઈ જાય શનિ-રવિની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.આમ ખુણિયા ધોધ પ્રાકૃતિક ડેસ્ટિનેશન બની ગયું છે.

Conclusion:બાઈટ ક્રમ વાઈઝ છે.જેના નામ નીચે પ્રમાણે છે. (1)મંજાભાઈ( દિવ્યાંગ પ્રવાસી) (2)વિનયભાઈ( પ્રવાસી,વડોદરા) (3) હેતવી(પ્રવાસી,રાજકોટ) (4)રવીના(પ્રવાસી,વડોદરા) (5)પિયુષ(પ્રવાસી,સુરત) (6)અનિકેત(પ્રવાસી,વડોદરા) સ્ટોરી ડે પ્લાન પાસ છે. વીડિયો ને ક્રમ એડિટ કરીને ક્રમ આપ્યા છે. સારું પકેજ બનાવવા વિનતી.ડેસ્ક જે નક્કી કરે તેટલી બાઈટ સ્ટોરીમાં મુકાવી.મેં 6 બાઈટ લીધી છે. નોંધ-આ સ્ટોરી સાથે બે વીડિયો એડિટ કરેલા મોકલું છું. બીજા બે વીડિયો બીજા ભાગમાં મોકલું છુ. એક સાથે વિડીયો આવતા નથી તેટલે.. કુલ ચાર વિડીઓ છે. આભાર..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.