MPHW વિભાગના કર્મચારીઓને છુટા કરાતા તેઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે તે 19 જેટલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને પંચમહાલ જીલ્લા આરોગ્ય શાખા દ્રારા હાઇકોર્ટની યથાવત સ્થિતી જાળવી રાખવાના આદેશ છતાં તા 6-6-2019ના રોજ છૂટા કરવામાં આવ્યા છે. જે અંગે નામદાર હાઈકોર્ટના સ્ટેની નકલ જિલ્લા પંચાયત આરોગ્ય શાખામા જમા કરાવી હતી. જેની છેલ્લાં એક માસથી પુન: સ્થાપન અંગેની રજૂઆત કરીએ છીએ છતાં કોઈ રજૂઆત સાંભળતું નથી.
રાજયના અન્ય જિલ્લામાં આ પ્રકારની સ્થિતિમાં તમામ મલ્ટી પર્પઝ હેલ્થવર્કરને ગણતરીના દિવસોમાં નોકરીએ લઈ લેવામાં આવ્યા છે. માત્ર પંચમહાલ જિલ્લામાં આ અંગે ધીમી કાર્યવાહી થાય છે. અને તેનું માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. આ અંગે જો તંત્ર કોઇ સત્વરે પગલા નહીં ભરે તો અમારે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું હતું.