ગોધરામાં આવેલી જિલ્લા સેવા સદનની કચેરી ખાતે શહેરા અને ઘોઘંબા તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં રહેતી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે આવી હતી અને હાથમાં 'માતૃત્વ હક સૌ માટે' જેવા વિવિધ બેનરો સાથે એકત્ર થઇ હતી અને ત્યારબાદ નાયબ કલેક્ટર એમ. એલ નલવાયાને આવેદનપત્ર આપતા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ભારત દેશમાં મહિલાઓ અને બાળકોના કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે. તમામ સગર્ભા અને ધાત્રી મહિલાઓ આ અવસ્થામાં ઘરકામ ઉપરાંત વિવિધ શ્રમકાર્ય કરે છે. જે માત્ર તેમને લઘુતમ વેતન મળતું નથી.
અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતી તમામ મહિલાઓ પોતાના ઘર તથા દેશના અર્થતંત્રમાં પોતાના બિન વેતન અને અર્થનો ફાળો આપે છે, પરંતુ પ્રસુતિ બાદ કોઇપણ પ્રકારની સામાજિક સુરક્ષા પુરી પાડવામાં આવતી નથી. આ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, એક 2017 પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના આખા દેશમાં ચાલુ થઇ છે આજે એના બે વર્ષ બાદ પણ લાભાર્થી બહેનોએ પોતાના આરામ અને પોષણથી વંચિત રહી જાય છે. જે બહેનોના ફોર્મ ભરાય છે, તેમને એક અઠવાડિયા માટે પુરાવા હોવા છતાં ધક્કા ખાવા પડે છે. આ ઉપરાંત આ આવેદનમાં માગ કરવામાં આવી હતી કે, તેમને 31 માર્ચ 2020 સુધી પુરા નાણાં મળી જાય માતૃત્વ હક મળે, લાભાર્થીબહેનોની યાદી ગામોને આંગણવાડીમાં જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે, જેથી પ્રક્રિયા પારદર્શક રહે.