ETV Bharat / state

હાલોલમાં રાજ્યપ્રધાનના હસ્તે પશુ મોબાઈલ વેનનું લોકાર્પણ કરાયું

કૃષિપ્રધાન જયદ્રથ સિંહ પરમારે હાલોલના શિવરાજપુર ખાતે મોબાઇલ પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું છે. 10 ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત જિલ્લાને ત્રણ તબક્કામાં કુલ 13 મોબાઈલ પશુ દવાખાના મળશે. જેથી અંદાજે 3 લાખ પશુઓને આરોગ્ય રક્ષા કવચ ઘરે બેઠાં પૂરા પાડવાનો સંવેદનશીલ અભિગમ પ્રાથમિક તબક્કે ફાળવવામાં આવેલા 2 મોબાઈલ પશુ દવાખાનાથી આસપાસના 10 ગામના 4 હજાર જેટલા પશુ સંપદા – સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પૂરું પડાશે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 28, 2020, 11:49 AM IST

પંચમહાલ: કૃષિ, પંચાયત અને પર્યાવરણ (રાજ્ય) પ્રધાન જયદ્રથ સિંહ પરમારે શિવરાજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી હાલોલની પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડી દરેક જીવને અભયદાનનો મંત્ર સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે આજે મોબાઇલ પશુ દવાખાનું કાર્યરત કર્યું છે. જેથી ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ 1962 સેવાથી 365 દિવસ સવારે ૭ થી સાંજે ૭ ઘરે બેઠા નિ:શૂલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે.

રાજ્યપ્રધાનના હસ્તે પશુ મોબાઈલ વેન નું લોકાર્પણ કરાયું

જે રીતે માનવ જીવ બચાવવામાં 108 એમ્બ્યુલન્સ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. તે રીતે આજે કાર્યરત કરાયેલા આ હરતા-ફરતા દવાખાનાઓ પશુપાલકોની અમૂલ્ય જણસ એવા પશુઓના જીવ બચાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતુ કે, પંચમહાલ પંથકના પશુપાલકોને પોતાના પશુના રક્ષણ અર્થે આવા 13 મોબાઈલ પશુ દવાખાના ફાળવવામાં આવનાર છે. જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં હાલોલ તાલુકામાં 1 અને શહેરા તાલુકામાં 1 મોબાઈલ પશુ દવાખાના આપવામાં આવ્યા છે. જેનાથી શિવરાજપુર સહિત આસપાસના વિસ્તારના 10 ગામના પશુપાલકોને તેમના ચાર હજાર જેટલા પશુઓની ઘરેબેઠા આરોગ્ય સંભાળ સુવિધા આવનારા દિવસોમાં મળતી થવાની છે. એટલું જ નહિ, જિલ્લાને જે 13 મોબાઈલ પશુ દવાખાના મળશે તેનાથી અંદાજે 3 લાખ પશુઓને આરોગ્ય રક્ષા કવચ ઘરે બેઠાં પૂરો પડાશે. તેવો વિશ્વાસ કૃષિપ્રધાન જયદ્રથસિંહ પરમારે વ્યક્ત કર્યો હતો.

માનવ આરોગ્યની ત્વરિત તાત્કાલિક અને સુગમ સારવાર માટે જેમ 108ની સેવાઓ હાલ કાર્યરત છે. તેવી જ રીતે પશુપાલકો માટે 1962 ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના મૂલ્યે ગામમાં બેઠા પશુ સારવાર પશુપાલકોને મળી રહેશે. તે માટે આ 10 ગામ દીઠ 1 મોબાઇલ પશુ દવાખાના પશુ સારવાર સેવા માટે અતિ મહત્વનું કદમ બનશે. તેવો વિશ્વાસ પણ તેમણે દર્શાવ્યો હતો.

હાલોલ તાલુકા માટે અપાયેલ આ મોબાઈલ પશુ દવાખાનાથી શિવરાજપુર અને આજુબાજુના ડાભણ, બેઢિયાપુરા, બાપોટિયા, નાની રણભેટ, પાલનપુર, કન્ટેલી, જીમિયાપુરા, સુઘરા, મોટી રણભેટ, ભાટ ગામના પશુપાલકો તેમના પશુઓની વિનામૂલ્યે સારવાર કરાવી શકશે. આ યોજના મારફતે નિ:શુલ્ક પશુસારવાર સેવાઓ વર્ષના 365 દિવસ સવારે 7 થી રાત્રે 7 દરમિયાન પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે.

આ તમામ વાહનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યપ્રધાનના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ થઇ શકશે, સાથે-સાથે કુદરતી આફતના સમયમાં આ એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે. આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરપંચોને માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રેરણાથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 સેવાઓ દ્વારા રાજ્યમાં અબોલ-મૂંગા પશુજીવોની સારવારનું – જીવદયાનું શ્રેષ્ઠ કામ થઇ રહ્યું છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટર અમિત અરોરા, પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.