ગોધરા: આંધ્રપ્રદેશ રાજ્યના નેવી ઓફિસરોની જાસૂસી તપાસ પ્રકરણમાં આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ (counter intelligent cell) ટીમ તેમજ સ્થાનિક ગોધરા એસ.ઓ.જી (SOG) અને એલ.સી.બી. (LCB) પોલીસ દ્વારા ગોધરા શહેરના મોહમદી મહોલ્લા વિસ્તારમાંથી અલ્તાફહુસેન હારૂન ઘાંચીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપીના ટ્રાંજિસ્ટ રિમાન્ડ મેળવવા માટે પોલીસે ગોધરા સેસન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા ટ્રાંજિસ્ટ રિમાન્ડ મંજુર થતા આરોપીને હૈદરાબાદ ખાતે લઈ જવામાં આવશે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ દ્વારા હજી પણ ૧૦ ઉપરાંત ઇસમોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સ્ક્વોડના ગોધરા શહેરમાં તપાસ અર્થે ધામાં
આંધ્રપ્રદેશ રાજ્યના નેવીના ઓફિસરોની જાસૂસી તપાસ પ્રકરણ (Detective Investigation Chapter of Andhra Pradesh State Navy Officers)માં નોંધાયેલી ફરિયાદના આધારે આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સ્ક્વોડના ગોધરા શહેરમાં તપાસ અર્થે ધામાં નાખ્યા હતા જેમાં આંધ્રપ્રદેશ રાજ્યની કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલની ટીમે સ્થાનિક SOG અને LCB પોલીસને સાથે રાખી ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકના જુદા જુદા છ વિસ્તારમાં મોડી રાત્રિથી પાંચથી છ જગ્યાઓ પર છાપામારી કરી સર્ચ સીઝરની કાયદેસરની કાર્યવાહી કરી શંકાસ્પદ વ્યક્તિઓને મોબાઈલ તેમજ સીમ કાર્ડ જેવા ગેઝેટના મોટા જથ્થા સાથે પકડી પાડી અતિગુપ્ત અને લાંબી સઘન પૂછપરછના અંતે સોમવારની રાત્રીના ગોધરા શહેરના મહોમદી મહોલ્લા ખાતે રહેતા અલતાફહુસેન હારુન ઘાંચી ઉર્ફે શકીલ ઘાંચીને આંધ્રપ્રદેશની કાઉન્ટર ઇન્ટેલિઝન્સ સેલ દ્વારા કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાનના આંતકવાદી તત્વોએ ભારતની સુરક્ષા દળોની જાસૂસી કરી
ઝડપાયેલા આરોપી અલ્તાફ હુસેન હારૂન ઘાંચી ઉર્ફે શકીલ ઘાંચીએ દેશ વિરોધી આંતકવાદી પ્રવૃત્તિના ભાગરૂપે ભારતના જુદી જુદી મોબાઈલ કંપનીના સીમકાર્ડ એક્ટિવ કરીને તેના વોટ્સએપ એકાઉન્ટરના ઓ.ટી.પી. પાકિસ્તાનના આંતકવાદી પ્રવૃત્તિ કરતા આંકાઓને આપી પાકિસ્તાનથી ભારતના સીમકાર્ડના વોટ્સએપ એકાઉન્ટ ઓપરેટ કરીને પાકિસ્તાનના આંતકવાદી તત્વોએ ભારતની સુરક્ષા દળોના યુવાનોને હનીટ્રેપમાં ફસાવી જાસૂસી કરી તેમજ નોન બેકિંગ હવાલાથી આંતંકી પ્રવૃત્તિ કરી ગુન્હો આચર્યો છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ માટે વર્ચ્યુઅલ સિમકાર્ડે એક મોટી આફત ઉભી કરી
આંતકવાદી તત્વોના સંપર્કમાં આવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે શકીલ ઉર્ફે અલતાફહુસેન હારૂન ઘાંચી રહે. મોહમદી મહોલ્લા, ગોધરા તે અગાઉ વર્ષ-૨૦૧૬ માં પાકિસ્તાન ખાતે રોકાયો હતો અને આંતકવાદી પ્રવૃત્તિ કરતી એજન્સી તેમજ આંતકવાદી તત્વોના સંપર્કમાં આવ્યો હતો.
આ પણ વાંચો: કચ્છ સીમાની જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો, મોબાઇલ મારફતે પાકિસ્તાન પહોંચાડતો હતો માહિતી