ETV Bharat / state

પંચમહાલ: કાલોલ તાલુકામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 45 લાખનો મુદ્દામાલ ઝડપાયો - illegal sand mining activities in kalol taluk of panchmahal district

પંચમહાલ: કાલોલ તાલુકાના ભૂખી ગામેથી રેતીનું ગેરકાયદેસર વર્ગીકરણ તેમજ રેતીનો પાવડર બનાવી તેની નિકાસ કરતો પ્લાન્ટ પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. બાલાસિનોરના ઇસમ દ્વારા ખાણ ખનીજ વિભાગની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર જ આ સમગ્ર પ્લાન્ટ ચલાવવામાં આવતો હોવાની વિગતો મળી છે. આ ઇસમ સામે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલના કાલોલ તાલુકામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, ૪૫ લાખ રૂ.નો મુદ્દામાલ ઝડપાયો
author img

By

Published : Nov 25, 2019, 9:59 PM IST

પંચમહાલ જિલ્લામાં ખનીજ પેદાશોનું ગેરકાયદેસર ખનન કરી તેની હેરાફેરી કરવાની અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આ અંગે સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, ખનીજ વિભાગના અધિકારીઓને મળેલી ફરિયાદના આધારે ખાનગી રસ્તાનો ઉપયોગ કરી કાલોલ તાલુકાના ભૂખી ગામે રેડ પાડવામાં આવતા સ્થળ પરથી રેતીનું ગેરકાયદેસર ખનન કરી લાવી તેનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી હતી.

પંચમહાલના કાલોલ તાલુકામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, ૪૫ લાખ રૂ.નો મુદ્દામાલ ઝડપાયો

અધિકારીઓ દ્વારા આ અંગે વધુ તપાસ કરાતા સંગ્રહિત રેતીનું વર્ગીકરણ કરી તેમાંથી અલગ અલગ પ્રકારની રેતીનો પાઉડર બનાવી તેની નિકાસ કરવામાં આવતી હોવાનું તેમજ પાઉડર બનાવવા માટેનો પ્લાન્ટ પણ ખાણ ખનીજ વિભાગને મળી આવ્યો હતો. આથી આ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીનું વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા 3 ટ્રેકટર, 1 ટ્રક તેમજ પ્લાન્ટને સીઝ કરી હાલ કુલ 45 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન બાલાસિનોરનાં ઇસમ દ્વારા ખાણ ખનીજ વિભાગની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર જ આ સમગ્ર પ્લાન્ટ ચલાવવામાં આવતો હોવાની પણ વિગતો મળી છે. આ ઇસમ સામે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Intro:: પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ભૂખી ગામેથી રેતીનું ગેરકાયદેસર વર્ગીકરણ તેમજ રેતીનો પાવડર બનાવી તેની નિકાસ કરતા પ્લાન્ટ પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે .

: પંચમહાલ જીલ્લામાં ખનીજ પેદાશોનું ગેરકાયદેસર ખનન કરી તેની હેરાફેરી કરવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ અંગે સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે , પરંતુ ખનીજ વિભાગના અધિકારીઓની અવરજવર પર ખનીજ માફિયાઓ દ્વારા નજર રાખવામાં આવતી હોય છે અને તેને લઈને ખનીજ વિભાગની કાર્યવાહી પર પણ અસર થાય છે દરમિયાન ખાણ ખનીજ વિભાગને મળેલી ફરિયાદના આધારે આજે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ખાનગી રસ્તાનો ઉપયોગ કરી આજે કાલોલ તાલુકાના ભૂખી ગામે રેડ કરવામાં આવતા સ્થળ પરથી રેતીનું ગેરકાયદેસર ખનન કરી લાવી તેનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું , અધિકારીઓ દ્વારા વધુ તપાસ કરતા આ સંગ્રહિત રેતીનું વર્ગીકરણ કરી તેમાંથી અલગ અલગ પ્રકારની રેતી અલગ કરી તેમજ રેતીનો પાઉડર બનાવી તેનો નિકાશ કરવામાં આવતો હોવાનું જણાઈ આવ્યું હતું , ખાણ ખનીજ વિભાગને રેતીનું વર્ગીકરણ કરવા માટે તેમજ રેતીનો પાઉડર બનવવા માટેનો પ્લાન્ટ પણ મળી આવ્યો હતો . ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે રેતીનું વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા ૩ ટ્રેકટર , ૧ ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે , તેમજ પ્લાન્ટને સીઝ કરવામાં આવ્યો છે , ખનીજ વિભાગ દ્વારા હાલ કુલ ૪૫ લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખાણ ખનીજ વિભાગની પૂર્વ મંજુરી મેળવ્યા વગર જ બલાશીનોરના ઇસમ દ્વારા આ સમગ્ર પ્લાન્ટ ચલાવવામાં આવતો હોવાનું જણાઈ આવ્યું છે . ત્યારે આ ઇસમ સામે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

બાઈટ : એસ એ પટેલ , મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી , પંચમહાલ
કાલોલ તાલુકાના ભૂખી ગામે રેતીનો ગેરકાયદેસર પ્લાન્ટ આવેલો હોવાની ફરિયાદ મળતા આજે કર્મચારીઓને સાથે રાખીને ખાનગી રસ્તે આવી રેડ કરતા જગ્યા પર અમારી કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી મેળવાયા વગર અહીં રેતીનું વર્ગીકરણ કરવામાં આવતું હતું તેમજ ગેરકાયદેસર રીતે રેતીનો સંગ્રહ કરવામાં આવતો હતો તેમજ રેતીની પેદાશોનું નિકાશ કરવામાં આવતો હતો હાલ ૩ ટ્રેક્ટર , ૧ ટ્રક અને પ્લાન્ટની મશીનરી મળી ૪૫ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે .Body:કંદર્પ પંડ્યા Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.