ETV Bharat / state

વડોદરામાં 14 મિલ્કત સબંધિત ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપાયો

પંચમહાલઃ ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં લૂંટ તથા ઘરફોડ જેવા મિલ્કત સંબંધી ગુનાઓ કરવા માટે કુખ્યાત ચિકલીગર ગેંગનો ઇસમ હાલોલ ટાઉન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ ઈસમ વડોદરામાં 14 મિલ્કત સબંધિત ગુનાઓમાં વોન્ટેડ હોવાનુ બહાર આવ્યુ છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

PanchamahalNewsToday
author img

By

Published : Aug 3, 2019, 2:44 PM IST

ગુજરાત રાજ્યમાં ઘરફોડ ચોરી અને લુંટ માટે ચિકલીગર ગેંગ નામ કુખ્યાત છે. ત્યારે પંચમહાલની હાલોલ ટાઉન પોલીસની ટીમે બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે કાળીભોઈ ચોકડી પાસે તપાસ વોચ દરમિયાન વડોદરામાં 14 મિલ્કત સબંધિત ગુનામાં આરોપી ઝડપાયો છે. ચિકલીગર ગેંગનો આ સભ્ય સ્વીફ્ટ ડિઝાયર કાર લઈ જઈ રહ્યો હતો. દરમિયાન પોલીસે કાર રોકી રાજેન્દ્ર ઉર્ફે ગંજો સોમાભાઈ ગોસાઈની અટકાયત કરી હતી. તેની પાસેથી ચાંદી જેવી ધાતુની કેટલીક વસ્તુઓ તેમજ ત્રણ બેટરીઓ તથા અંગઝડતીમાંથી રોકડ, મોબાઈલ મળી કુલ 1,51,670/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસ કાર્યવાહી કરી અટકાયત કરી હતી.
તપાસમા રાજેન્દ્ર ગોસાઈ ચિકલીગર ગેંગનો સભ્ય હોવાનું બહાર આવ્યુ હતું અને તેને વડોદરામાં 14 મિલ્કત સબંધિત ગુના લૂંટ, ચોરી જેવાને અંજામ આપ્યો હતો. ચિકલીગર ગેંગના અન્ય સભ્યો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા પણ આ એક આરોપી ફરાર હતો.
હાલોલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકલાય તેવી શકયતા પણ દેખાઈ રહી છે.

Intro:
પંચમહાલ,

ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં લૂંટ તથા ઘરફોડ જેવા મિલ્કત સંબંધી ગુનાઓ કરવા માટે કુખ્યાત શિકલીગર ગેંગનો ઇસમ હાલોલ ટાઉન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.આ ઈસમવડોદરા શહેરના કુલ 14 મિલ્કત સંબધિત ગુનાઓમાં વોન્ટેડ હોવાનુ બહાર આવ્યુ છે.આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Body:ગુજરાત રાજ્યમા ઘરફોડ ચોરી અને લુંટ માટે સીકલીગર ગેંગ નામ બહાર આવતુ હોય છે.ત્યારે પંચમહાલની
હાલોલ ટાઉન પોલીસ ની ટીમે બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે કાળીભોઈ ચોકડી પાસે તપાસ વોચમાં રહી એક સ્વીફ્ટ ડિઝાયર કાર રોકી કાર ચાલક રાજેન્દ્ર ઉર્ફે ગંજો સોમાભાઈ ગોસાઈ રહે રણોલી ,વડોદરા તા.જી વડોદરા શંકાસ્પદ હાલતમાં મળી આવેલી હતી.તેની પાસેથી ચાંદી જેવી ધાતુની કેટલીક વસ્તુઓ તેમજ ત્રણ બેટરીઓ તથા અંગઝડતીમાંથી રોકડ,મોબાઈલ મળી કુલ 1,51,670/- લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસ કાર્યવાહી કરી અટકાયત કરી હતી.

Conclusion:તપાસમા આ
રાજેન્દ્ર ગોસાઈ સીકલીગર ગેંગનોભ્ય હોવાનુ બહાર આવ્યુ હતુ.અને તેને વડોદરા શહેરમાં જ ૧૪ જેટલા લૂટ,ચોરી જેવા ગુનાઓને અંજામ આપ્યો હતો.સિકલીગર ગેંગના અન્ય સભ્યો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા પણ આ ફરાર હતો.
હાલોલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.અને ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકલે તેવી શકયતા પણ દેખાઈ રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.