પંચમહાલ: જિલ્લાના હાલોલમાં નવજાત બાળકને ગટરમાં (Abandoned Newborn in Panchmahal)ત્યજી કોઈ અજાણ્યુ નિષ્ઠુર પલાયન થયાની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલ પનોરમાં(Newborn Baby Found ) ચોકડી પાસે એક ખુલ્લી ગટરમાં ઉગેલ ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ કોઈ એક નવજાતને ત્યજીને નાસી ગયું હતું. જેમાં આ ધોમ ધકતા તાપને લઈને બાળકનો રડવાનો આવજ આવતા સુરજ ભરવાડ નામના વ્યક્તિની નજર આ બાળક પર પડતા સુરજએને તાત્કાલિક 108ને કોલ કરી જાણ કરી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં ત્રણ વર્ષનું બાળક પોપોપ ગળી જતા થયું મૃત્યું
બાળકની હાલત સ્થિર - સાથે સાથે પોલીસને પણ આ ઘટના અંગેની જાણ કરવામાં (Godhra Civil Hospital)આવી હતી. જેમાં તાત્કાલિક 108ના મેડિકલ સ્ટાફે બાળકને સારવાર આપીને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. પોલીસે પણ ઘટના સ્થળપર સુરજ ભરવાડની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બાળકની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં ત્યજી દેવાયેલી હાલતમાં બે દિવસનુ નવજાત બાળક મળી આવ્યુ