ચિલ્ડ્રન હોમમાં ફરજ બજાવતાં પુષ્પેન્દ્રસિંહ સોલંકીએ ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 1 નવેમ્બરે 2019એ ગોધરા રેલવે પોલીસ તથા ચાઈલ્ડ લાઈન હેલ્પલાઈનના કર્મચારી એક કિશોરને ચિલ્ડ્રન હોમ ખાતે લાવ્યા હતાં. જેનો રેલવે પોલીસે લેખિતમાં રીપોર્ટ પણ આપ્યો હતો. આ કિશોરના ઘરની કે સંબંધીની કોઈ જાણકારી મળી નહોતી. જેથી તેને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવામાં આવ્યો હતો.
ગત 23 નવેમ્બરે ચિલ્ડ્રન હોમના સંચાલક જરૂરી કામ અર્થે વિદ્યાનગર ગયા. ત્યારે ચિલ્ડ્રન હોમમાં જમવાના ટાણે આમીર નામનો બાળક થાળી ધોવાના બહાને બાહર નીકળ્યો; અને પરત ફર્યો નહોતો. ત્યારબાદ ઉપરી અધિકારીએ આ ઘટના જાણ કરતાં કિશોરની તાત્કાલિક તપાસ હાથ ઘરવામાં આવી હતી. પરંતુ બાળક મળ્યો ન હતો. એટલે શહેરા પોલીસ મથકે આ ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે પોલીસે અજાણ્યાં વ્યક્તિ સામે બાળકના અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.