પંચમહાલ મોરવા હડફ મામલતદાર કચેરી દ્વારા અપાયેલ મતદાન સ્લીપમા મતદાન તા,24-4-2019 દર્શાવી છે. મતદાન તા.23-4-2019ના બદલે તા.24-4-2019 છપાયેલી આવી છે. મતદારોને અપાયેલ સ્લીપમા મોટો છબરડો જોવા મળ્યો છે. મોરવા હડફ વિધાનસભાના મતદાર યાદીના કુલ 235 ભાગ પૈકી 120 થી 235 ભાગોમાં છબરડોથયો હતો. આ અંગેની જાણ થતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા.
આ સમગ્ર છબરડાને લઇને મતદાનની ખોટી છપાયેલી તારીખની તમામ સ્લીપો બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ખોટી મતદાન તારીખ છપાયેલ મતદાન સ્લીપોમાં મતદાન તારીખ સુધારવા માટે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મોરવા હડફના આસિસ્ટન્ટ રિટર્નીગ ઓફિસરને સોકોઝ નોટીસ પણ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે.