- 600થી વધુ શિક્ષકોએ બાઈક રેલીમાં ભાગ લીધો
- મતદાન જાગૃતિ અંગેના સ્લોગનો પ્રદર્શિત કરાયા
- કલેકટર, પ્રાંતઆધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીઓ હાજર રહ્યા
પંચમહાલ: જિલ્લામાં મતદાર જાગૃત અભિયાન-2021 અંતર્ગત ગોધરા શહેરમાં 4 સ્થળોએ મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ગોધરાના SRP ગ્રાઉન્ડ ખાતેથી બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે, 'મતદાનનો અધિકાર લોકશાહીની ભેટરૂપે મળેલા સૌથી અગત્યના અધિકારો પૈકીનો એક છે. લોકશાહીને ટકાવવા, વિકસાવવા અને વધુ મજબૂત બનાવવા દરેક લાયક મતદારે મત આપવાના પોતાના આ અધિકારનો અચૂકપણે ઉપયોગ કરવો જોઈએ'
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ગોધરા ખાતે બાઈક રેલીનું આયોજન કરાયું
જિલ્લા કલેક્ટર ઉપરાંત પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાએ ગાયત્રીનગર ખાતેથી, જિલ્લા શિક્ષણાધિકારીએ પોલિસ હેડક્વાર્ટર્સ ખાતેથી તેમજ ગોધરા મામલતદારએ ઈકબાલ ગર્લ્સ હાઈસ્કૂલ, પોલન બજાર ખાતેથી રેલીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીઓમાં પોલિસ લાઈન, દલુની વાડી, ટુવા, ગોવિંદી, ગદુકપુર, મહુલીયા, નદીસર, ગોઠડા, કલ્યાણા, SRP, રતનપુર, મોરડુંગરા, અંબાલી છાત્રાલય, વેલવડ, ધાણીત્રા, કાંકણપુર, પરવડી, એરંડી, દક્ષિણ બોડીદ્રા, ભામૈયા, ગોલ્લાવ, છાવડ, ઓરવાડા, પોલન બજાર, વણાંકપુર, જીતપુરા, મહેલોલ, રામપુર જોડકા, વાવડી ખુર્દ બગીડોલ સહિતના ક્લસ્ટરના 600થી વધુ શિક્ષકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના પાલન સાથે જોડાયા હતા.
રેલીમાં 600થી વધુ શિક્ષકોએ બાઈક રેલીમાં ભાગ લીધો
રેલી અગાઉ તમામ ભાગ લેનારાઓએ મતદાર જાગૃતિ અંગેના શપથ લઈ તે દિશામાં સતત કાર્ય કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. SRP ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં Dysp ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. પટેલ તેમજ શિક્ષકો સહભાગી થયા હતા.