ETV Bharat / state

પંચમહાલમાં જંગલની જમીન પર કબજો કરવાનો પ્રયાસ, 300 પૈકી 70 લોકોની ધરપકડ

પંચમહાલઃ જિલ્લાના ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે એક સાથે 300 જેટલા વ્યક્તિઓ દ્વારા જંગલની જમીન પર કબજો કરવા માટેનો પ્રયાસ કરાયો હતો. ત્યારે ફોરેસ્ટના કર્મીઓ અને કબજો કરવા આવેલા વ્યક્તિઓ વચ્ચે મામલો ગરમાયો હતો. જેથી સમગ્ર મામલે પોલીસ દ્વારા ઘટના સ્થળેથી 70 ઉપરાંત લોકોની અટકાયત કરાઇ હતી.

પંચમહાલના કાલીયાવાવ ગામે જંગલ જમીન પર કબ્જો કરનાર 300 પૈકી 70ની કરાઇ ધરપકડ
author img

By

Published : Jul 4, 2019, 12:03 PM IST

પંચમહાલ જિલ્લામાં આવેલા હડફ ડેમ અને કબુતરી ડેમના વિસ્થાપિતોને આપવામાં આવેલ જમીન ગોધરા તાલુકાના કાલીયા વાવ ગામે આવેલી છે. આ જંગલ જમીન પર મંગળવાર રાત્રે અમુક લોકો દ્વારા અવરજવર કરવાની શરૂઆત કરાઇ હતી. બાદમાં બુધવાર વહેલી સવારે ૩૦૦થી વધુ લોકો એકઠાં થઈને જંગલ વિસ્તારને સાફ કરી તેની પર ખેડાણ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. જેની બાતમી વનવિભાગને મળતા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત વન કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વનવિભાગના અધિકારીઓ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ તેમજ જંગલની જમીન પર કબજો કરી રહેલા લોકોને અટકાવતા મામલો ગરમાયો હતો. જેથી વનવિભાગ દ્વારા પોલીસને જાણ કરાતાં ગોધરા તાલુકા પોલીસ મથકનો પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પંચમહાલના કાલીયાવાવ ગામે જંગલ જમીન પર કબ્જો કરનાર 300 પૈકી 70ની કરાઇ ધરપકડ

પોલીસે ગેરકાયદેસર જંગલની જમીન પર કબજો મેળવતા વ્યક્તિઓમાંથી 300 પૈકી 70ની અટકાયત કરાઇ હતી. તેમજ પોલીસે ઘટના સ્થળેથી મારક હથિયારો જેવા કે તીર કામઠું , લાકડીઓ , કુહાડી પણ કબજે કર્યા હતા. ઝડપાયેલા વ્યક્તિઓ ક્યાંના છે અને કેમ અહીં આવ્યા હતા? તેેની તપાસ પોલીસ દ્વારા કરાઇ હતી. જેમાં જંગલની જમીન પર કબજો કરવામાં આવેલા વ્યક્તિઓ સતી પતિ પંથના હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. તેમજ ઝડપાયેલા વ્યકિતઓ પાસેથી મળી આવેલા આઈ ડી કાર્ડ પરથી પણ જાણવા મળ્યું હતું કે, જંગલની જમીન પર કબજો કરવા માટે એસી ભારત સરકાર નામના સંગઠનના નેજા હેઠળ આ લોકો એકઠા થયા હતા . ભાઈજી કટારા નામના વ્યક્તિ કે જે પોતે સતી પતિ પંથમાં સભ્ય પદ ધરાવે છે. તેના દ્વારા પંચમહાલ, દાહોદ અને વ્યારાના ગ્રામ્યવિસ્તારના લોકોને ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે સરકાર દ્વારા જંગલની જમીન સસ્તા દરે આપવામાં આવનાર છે. તેમ જણાવી લોકો પાસેથી નાણા ઉઘરાવી એકઠા કર્યા હતા. જો કે, આ મુખ્ય ઘટનાનો મુખ્ય આરોપી હાલ પોલીસ પકડની બહાર છે .

ભાઈજી કટારા દ્વારા પંચમહાલ દાહોદ અને વલસાડ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના લોકોને લોભામણી જાહેરાત આપી ભોળવીને ગોધરા ખાતે બોલાવવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો હતો .સ મગ્ર મામલે હાલ પોલીસ દ્વારા કાયદાની વિવિધ જોગવાઈઓ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધી આવેલા ટ્રાયબલ બેલ્ટમાં સતી પતિ પંથ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓ ક્યાંકને ક્યાંક કાયદાથી પર હોય છે .આ પંથમાં જોડાયા બાદ પંથ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ નકસલવાદના પર્યાય સમાન બની ગઇ છે . ત્યારે પોલીસ દ્વારા હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જાણવું રસપ્રદ રહેશે.

પંચમહાલ  જીલ્લાના ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે એક સાથે ૩૦૦ જેટલા વ્યક્તિઓ દ્વારા જંગલની જમીન પર કબજો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવતા ફોરેસ્ટના કર્મીઓ અને કબજો કરવા આવેલા ઇસમો વચ્ચે ઘર્ષણના દર્શ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ૭૦ ઉપરાંત લોકોની અટકાયત કરવામાં આવી છે . 

પંચમહાલ જીલ્લામાં આવેલા હડફ ડેમ અને કબુતરી ડેમના વિસ્થાપિતોને આપવામાં આવેલ જમીન ગોધરા તાલુકાના કાલીયા વાવ ગામે આવેલ છે . આ જંગલ જમીન પર ગત રાત્રીના સમયથી જ અમુક લોકો દ્વારા અવરજવર કરવાની શરૂઆત કરવામાં આવી હતી, આજે વહેલી સવારે ૩૦૦ ઉપરાંતના લોકો એકઠા થઈને જંગલ વિસ્તારને સાફ કરી તેની પર ખેડાણ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા હોવાની બાતમી વનવિભાગને મળતા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સહીત વન કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા . વનવિભાગના અધિકારીઓ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ તેમજ જંગલની જમીન પર કબજો કરી રહેલા લોકોને અટકાવતા ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન વનવિભાગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ગોધરા તાલુકા પોલીસ મથકનો પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. 

બાઈટ ૧ : આર ડી જાડેજા , એસીએફ ગોધરા 
 પોલીસે ગેરકાયદેસર જંગલની જમીન પર કબજો મેળવતા આ ઇસમોને અટકાવી તેમની અટકાયત કરી હતી તો બીજી તરફ પોલીસને જોઈ નાસભાગ મચી હતી તો બીજી તરફ ૩૦૦ પૈકી ૭૦ લોકોની પોલીસે અટકાયત કરી હતી . તેમજ પોલીસે ઘટના સ્થળેથી મારક હથિયારો જેવા કે તીર કામઠું , લાકડીઓ , કુહાડી પણ કબજે કરી હતી . ઝડપાયેલા ઇસમો ક્યાંના છે અને કેમ અહીં આવ્યા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જંગલની જમીન પર કબજો કરવામાં આવેલા વ્યક્તિઓ સતી પતિ પંથના હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. તેમજ ઝડપાયેલા ઇસમો પાસેથી મળી આવેલા આઈ ડી કાર્ડ પરથી પણ જાણવા મળ્યું હતું કે જંગલની જમીન પર કબજો કરવા માટે એસી ભારત સરકાર નામના સંગઠનના નેજા હેઠળ આ લોકો એકઠા થયા હતા . પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ભાઈજી કટારા નામના વ્યક્તિ કે જે પોતે સતી પતિ પંથમાં સભ્ય પદ ધરાવે છે તેના દ્વારા પંચમહાલ , દાહોદ અને વ્યારા ના ગ્રામ્યવિસ્તારના લોકોને ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામે સરકાર દ્વારા જંગલની જમીન સસ્તા દરે આપવામાં આવનાર છે તેમ જણાવી લોકો પાસેથી નાણા ઉઘરાવી એકઠા કર્યા હતા . જોકે આ મુખ્ય ઇસમ હાલ પોલીસ પકડની બહાર છે .ભાઈજી કટારા દ્વારા પંચમહાલ દાહોદ અને વલસાડ જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના લોકોને લોભામણી જાહેરાત આપી ભોળવીને ગોધરા ખાતે બોલાવવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો હતો . સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા કાયદાની વિવિધ જોગવાઈઓ મુજબ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી હતી . 

બાઈટ ૨ : ડો.લીના પાટીલ , એસ પી પંચમહાલ 

 ઉલ્લેખનીય છે કે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધી આવેલા ટ્રાયબલ બેલ્ટ માં સતી પતિ પંથ દ્વારા ચલ્વવામાં આવતી પ્રવૃત્તિઓ ક્યાંકને ક્યાંક કાયદાથી પર હોય છે . આ પંથમાં જોડાયા બાદ પંથ દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ નકસલવાદના પર્યાય સમાન જ હોય છે . ત્યારે પોલીસ દ્વારા હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું . 
વિડિઓ અને બાયટ ftp કરેલ છે .
R_GJ;PML_01_3JULY_FOREST_JAMIN_

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.