ETV Bharat / state

વડોદરામાં ચાઈનીઝ દોરીએ લીધો વધુ એક યુવકનો જીવ - ઉત્તરાયણ 2023

આજે નવા વર્ષ 2023નો પ્રથમ દિવસ છે. પણ વર્ષના પહેલા દિવસે વડોદરામાં ચાઈનીઝ દોરીના કારણે ગળુ ચીરાઈ જતાં યુવકનું મોત (man died his throat cut due to Chinese string) નીપજ્યું હતું. યુવકને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો છે. (young man died by slitting his throat in Vadodara)

વડોદરામાં ચાઈનીઝ દોરીએ વધુ એક યુવકનો લીધો જીવ

author img

By

Published : Jan 1, 2023, 10:15 PM IST

વડોદરા: આજથી નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. વર્ષ બદલાતા સૌથી પહેલો તહેવાર ઉત્તરાયણ આવે છે. ઉત્તરાયણ પર્વ કેટલાક માટે મજા તો અનેક માટે માતમ બની જતો હોય છે. જ્યારથી ધારદાર ચાઈનીઝ દોરીએ ઉત્તરાયણમાં પગ જમાવ્યો છે ત્યારથી ઘાતકી ઘટનાઓમાં વધારો (young man died by slitting his throat in Vadodara) જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પર્વને હજી થોડા દિવસ બાકી છે. ત્યારે વડોદરામાં પતંગની ચાઈનીઝ દોરીથી ગળું ચીરાઈ ગયા બાદ મોત (man died his throat cut due to Chinese string) થયાની ઘટના સામે આવી છે.

ચાઈનીઝ દોરીએ લીધો જીવ: સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર સાંજના સમયે આશરે 30 વર્ષીય યુવાન ગિરીશ બાથમ તેની બાઇક પર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પતંગની દોરી પસાર થતા તેના ગળામાં ઊંડો ઘા થયો હતો. પતંગના દોરાથી યુવકનું ગળું ચિરાયું હતું. અને પુષ્કળ માત્રામાં લોહી તેમાંથી નીકળી રહ્યું હતું. આ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એસએસજી હોસ્પિટલમાં યુવકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ગળા પર ઊંડો ઘાથી થયું મોત: ચાઈનીઝ દોરીના કારણે યુવકના ગળા પર ઊંડો ઘા થયાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણ પર્વને હજી 13 દિવસ બાકી છે. સરકારે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મુક્યો છે છતાં ગેરકાયદેસર ચાઈનીઝ વેચાણ થઈ રહ્યું છે. ચાઈનીઢ દોરીનું વેચાણ અટકાવવા તથા લોકોએ દોરાથી બચવાના ઉપાયો તાત્કાલિક અસરથી ઉપયોગમાં લેવા પડશે. નહીં તો કેટલાય લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. (uttarayan 2023)

આ પણ વાંચો: જાણો કેવી રીતે બને છે પતંગ?: રંગબેરંગી પતંગ બનાવતા લાગે છે 10 મિનિટનો સમય

આ પહેલા પણ અમદાવાદમાં સરખેજ પોલીસે ચાઈનીઝ દોરીનું આખેઆખું ગોડાઉન પકડી પાડ્યું હતું અને લાખો રૂપિયાની કિંમતની ચાઈનીઝ દોરીના ટેલર સાથે એક યુવકની ધરપકડ કરી છે. ચાઇના દોરીના ટેલરો વાહનચાલકો અને પક્ષીઓ માટે જીવતા બોમ્બ સમાન ચાઈનીઝ દોરીને અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ નેટવર્કના ઊંડાણ સુધી પોલીસ પહોંચી શકતી નથી. તેવામાં સરખેજ પોલીસને મોટી સફળતા મળી હતી.

આ પણ વાંચો: સરખેજમાં ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું, અનેક લોકોના જીવ બચ્યા

પોલીસે બાતમીના આધારે સરખેજ ફતેવાડી સફવાન પાર્ક, મહમદ ફ્લેટની નીચે આવેલી દુકાનમાંથી 2520 જેટલા પ્રતિબંધિત ચાઇના દોરીના ટેલરો જેની કિંમત 2 લાખ 54 હજારથી વધુ થાય છે અને અન્ય ચીજ વસ્તુઓ સાથે અબ્દુલગની અબ્દુલહમીદ શેખ નામના યુવકની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.