ETV Bharat / state

નવસારીના હાંસાપોરની આત્મનિર્ભર મહિલાઓ: બચતા સમયમાં વર્મીકંપોસ્ટ ખાતર બનાવીને વર્ષે દોઢ લાખ સુધીની આવક - Vermicompost News

શહેરોની જેમ હવે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ઘર પૂરતી સીમિત રહેવાને બદલે અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા આત્મનિર્ભર બની રહી છે. નવસારીના હાંસાપોર ગામની મહિલાઓ આ જ પ્રકારે તાલીમ મેળવીને વર્મીકંપોસ્ટ ખાતર બનાવીને વર્ષે દોઢ લાખ રૂપિયાની આવક મેળવતી થઈ છે.

બચતા સમયમાં વર્મીકંપોસ્ટ ખાતર બનાવીને વર્ષે દોઢ લાખ સુધીની આવક
નવસારીના હાંસાપોરની આત્મનિર્ભર મહિલાઓ
author img

By

Published : Mar 9, 2021, 1:35 PM IST

  • છાણ તેમજ કૃષિજન્ય કચરામાં અળસિયાની મદદથી બનાવવામાં આવે છે સેન્દ્રિય ખાતર
  • વર્ષે 30 ટનથી વધારે ખાતર બનાવીને દોઢ લાખની આવક મેળવે છે આ મહિલાઓ
  • ખાતર સાથે જમીનની ફળદ્રુપતા વધારવા ઉપયોગી અળસિયાને પણ વેચવામાં છે

નવસારી: શહેરોની જેમ ગામડાઓની મહિલાઓ પણ મૂલ્યવર્ધન કે અન્ય કોઈ ગૃહ ઉદ્યોગ કરીને આત્મનિર્ભર બની રહી છે. નવસારીના હાંસાપોર ગામની મહિલાઓ આ જ પ્રકારે ખેતીમાંથી મૂલ્યવર્ધનની તાલીમ મેળવીને વર્મીકંપોસ્ટ ખાતર બનાવીને વર્ષે દોઢ લાખ રૂપિયાની આવક મેળવતા થયા છે. ઘરે સેન્દ્રિય ખાતર બનાવવાને કારણે ખેતીમાં ઉત્પાદન સાથે ગુણવત્તામાં પણ સુધારો આવ્યો છે, જેથી ખેતીની આવકમાં પણ વધારો થતાં મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે.

રાસાયણિક ખાતર કરતા જમીનના સ્વાસ્થ્ય માટે સેન્દ્રિય ખાતર વધુ લાભદાયક

નવસારીના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામે રહેતા જયાબેન પટેલ અને તેમની સહેલીઓ પશુપાલનની સાથે સાથે ખેતીમાં પણ સમય આપે છે. થોડા વર્ષો અગાઉ જયાબેન અને તેમનું ગૃપ નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં આવ્યું હતું અને તેમને વર્મીકંપોસ્ટ સેન્દ્રિય ખાતર બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. સેન્દ્રિય ખાતર બનાવવાનું શીખ્યાં બાદ તેમણે પોતાના ઘરે જ પ્લાસ્ટિકની બેગમાં ગાયનું છાણ તેમજ કૃષિજન્ય કચરો ભેગો કરીને તેમાં અળસિયા નાંખીને ત્રણથી ચાર મહિના માવજત કરી હતી. અળસિયાઓને કારણે વર્મીકંપોસ્ટ ખાતર બનવા માંડ્યુ હતું. શરૂઆતમાં પોતે ઉપયયોગ કર્યા બાદ ઉત્પાદનમાં તફાવત જણાતા તેમણે વ્યાપારિક ધોરણે વર્મીકંપોસ્ટ ખાતરનું વેચાણ શરૂ કર્યુ હતું. જેને સારો આવકાર મળ્યા બાદ આજે જયાબેન અને તેમનું ગૃપ વર્ષે 30 ટનથી પણ વધુ વર્મીકંપોસ્ટ ખાતર બનાવે છે. તેઓ ખાતરની 50 કિલોની એક બેગ 250 રૂપિયામાં વેચાણ કરે છે. આ બિઝનેસથી હાલ તેઓ વર્ષે દોઢ લાખ રૂપિયાથી પણ વધુની આવક મેળવતા થઈ ગયા છે.

વેસ્ટમાંથી બેસ્ટ બનાવી ખેતી પણ સુધારી અને આવક પણ મેળવી

હાંસાપોરની મહિલાઓએ ગાયના છાણ અને ખેતરમાંથી નીકળતા ઘાસ, પાંદડાના ફેંકી દેવામાં આવતા કચરામાં અળસિયા ભેળવીને ખેતી માટે અમૃત સમાન સેન્દ્રિય ખાતર બનાવવાનું શરૂ કર્યું હતું. આ ખાતર થકી જમીનનું સ્વાસ્થ્ય સુધારવાની સાથે સાથે ખેતીના ઉત્પાદનમાં પણ વધારો થતા ફાયદો મેળવ્યો છે. મહિલાઓ આ વર્મીકંપોસ્ટ ખાતર વેચીને હાલમાં લાખોની આવક પણ મેળવી રહી છે. જયાબેન અને તેમની સાથેના રશ્મિતાબેન, ઇલાબેન વગેરે મહિલાઓ કહે છે કે, ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વહેલી સવારે ઉઠીને રોજિંદા કામો પતાવી બપોરે આરામના સમયમાંથી થોડો સમય ખેતી અને ખેતીમાંથી નિકળતા કચરાનું મૂલ્યવર્ધન કરીને અથવા ગૃહ ઉદ્યોગ કરીને આવક મેળવીને આત્મનિર્ભર બની શકે છે. આવક થવાથી પરિવારને પણ મદદરૂપ થઇ શકાય છે અને થોડી બચત પણ કર શકાય તેમ છે.

નવસારીના હાંસાપોરની આત્મનિર્ભર મહિલાઓ: બચતા સમયમાં વર્મીકંપોસ્ટ ખાતર બનાવીને વર્ષે દોઢ લાખ સુધીની આવક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.