- 10માં ધોરણ પછી અભ્યાસ છોડવાનું મન બનાવી ચુક્યા હતા PSI ચૌધરી
- કોરોના કાળમાં 6 મહિનાથી માતાને પ્રત્યક્ષ રીતે નથી મળી શક્યા PSI
- માતૃત્વ દિવસે PSI ચૌધરીએ કર્યા માતાને યાદ
નવસારી : જનનીની જોડ સખી નહી જડે રે લોલ... આ પંક્તિ નવસારીના મહિલા PSI નીતા ચૌધરીની માતા પર સટીક બેસે છે. અભ્યાસ છોડવાનું મન બનાવી ચૂકેલા નીતા ચૌધરીને માતાએ પ્રોત્સાહિત કરીને ભણાવ્યા અને આજે તેઓ નવસારી ટાઉન પોલીસ મથકે પી. એસ. આઈ. તરીકે ફરજ બજાવી રહ્યા છે.
માતાએ તકલીફ વેઠીને પુત્રીને બનાવી PIS
કષ્ટ વેઠીને પણમાં પોતાના બાળકોને કયા સ્તરે પહોંચાડી શકે છે એ નવસારીમાં ફરજ બજાવી રહેલા મહિલા PSI નીતા ચૌધરી જીવંત ઉદાહરણ છે. બનાસકાંઠાના એદરાણા ગામના વતની PSI ચૌધરીએ 10 માં ધોરણ બાદ અભ્યાસથી અળગા થવાની તૈયારી કરી લીધી હતી. પરંતુ તેમની માતા લીલાબેને ખેતીકામ કરીને પણ તેમને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જેના કારણે મહિલા PSI નીતા ચૌધરીએ અંગ્રેજી સાથે એમ. એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી, સાથે જ GPS. પરીક્ષા પાસ કરી 2015-16 ના બેચમાં PSI ની પદવી પણ મેળવી હતી.
આ પણ વાંચો : મધર્સ ડે સ્પેશિયલ - વન્ય પ્રાણીઓની પાલક માતા એટલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલા વાઢેર
કોરોનાકાળમાં માતાને નથી મળી શક્યા
માતાના પ્રોત્સાહનથી નીતા ચૌધરી PSI તરીકે ફરજ બજાવી રહ્યા છે. કોરોનાના કપરા કાળમાં PSI. ચૌધરી સતત કાયદો-વ્યવસ્થા જાળવવા ખડે પગે કામ કરી રહ્યા છે. જેના કારણે છ મહિનાથી તેઓ તેમની માતાને પ્રત્યક્ષ રીતે મળી શક્યા નથી. પરંતુ ડિજિટલ યુગમાં તેઓ માતા સાથે વીડિયો કોલિંગ દ્વારા તેમના ખબર-અંતર પૂછી લે છે. માતા પણ દીકરીની તબીયતની પૃચ્છા કરી આશિર્વાદ પણ આપતા રહે છે. જોકે ઉલ્લેખનીય છે કે, PSI. ચૌધરીના માતા લીલાબેનને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા આવડતુ નથી. તેમનો દીકરો માતા અને દીકરીની વાત કરાવી આપે છે. ઘડપણના ઉંબરે પહોંચી ગયેલા લીલાબેન આજે પણ ખેતરમાં મહેનત કરે છે. જેથી જીવનના દરેક પળે પ્રોત્સાહિત કરનારા માતાને PSI ચૌધરી આજે વિશ્વ માતૃત્વ દિવસે યાદ કરીને ગૌરવ અનુભવી રહ્યા છે.