- ટ્રેનમાં આત્મહત્યા બાદનો વીડિયો વાયરલ થયા બાદ માતાની પ્રતિક્રિયા
- નાના બાળકને પણ વીડિયો જોઈને ખ્યાલ આવી જાય કે આ આપઘાત નથી
- સમગ્ર મુદ્દે ઝીણવટ ભરી તપાસની પીડિતાની માતાની માંગ
નવસારી: નવસારીની દીકરી વડોદરાની OASIS સંસ્થામાં રહીને અભ્યાસ કરી રહી હતી. ગત 29 ઓકટોબરની સાંજે બે રિક્ષાચાલકોએ અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ (Vadodra rape case) આચર્યું હતું. જેના અઠવાડિયા બાદ પીડિતાનો વલસાડમાં ગુજરાત ક્વીનના કોચ D/12 માં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આત્મહત્યાની તપાસ દરમિયાન મળેલી પીડિતાની ડાયરીએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ ( Vadodra rape case) થયું હોવાનો ભેદ ખોલ્યો હતો. સાથે જ પીડિતાની મેન્ટર OASIS સંસ્થા સામે પણ સવાલો ઉઠયા હતા.
પીડિતાએ OASISના સંજયભાઈને whatsapp મેસેજમાં વાત કરી
પીડિતાએ OASISના સંજયભાઈને 3 નવેમ્બરની રાત્રે કરેલા whatsapp મેસેજમાં પણ કોઈ તેનો પીછો કરી રહ્યો હોય અને તેને મારી નાખશે એવી આશંકા પીડિતાએ દર્શાવી અને બચાવી લેવા વિનંતી કરી હતી. પરંતુ પોલીસ તપાસ આત્મહત્યા પર જ અટકી છે. ત્યારે ટ્રેનના ડબ્બામાં ફાંસો ખાધેલી હાલતમાં પીડિતાનો વીડિયો વાયરલ (Victim's video goes viral) થયો હતો. જેમાં પીડિતાના પગ ફ્લોર પર સીધા હતા, જ્યારે ઓઢણીનો છેડો પણ ખુલ્લુ હોવાનું ચર્ચાયુ હતુ.
આ પણ વાંચો: ગોંડલમાં 6 શખ્સોએ મહિલા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યો
એને કોઈએ મારીને લટકાવી દીધી છેે: પીડિતાની માતા
વિડીયો વાયરલ થયા બાદ પીડિતાની માતાએ આજે પ્રતિક્રિયા આપી હતી, જેમાં માતાએ જણાવ્યું હતું કે, મેં પહેલા પણ જોયો હતો અને આ વીડિયો વાયરલ થયા બાદ પણ જોયો છે, જેને જોતા નાનામા નાનું છોકરૂ પણ વીડિયો જોઈ તો ખબર પડી જાય કે, આ આપઘાત નથી. હું જ્યાં સુધી જીવત રહીશ, ત્યાં સુધી એ જ માનીશ, ભલે રિપોર્ટ જે પણ આવશે કે આ તો આત્મહત્યા છે, પણ હું ક્યારેય માની ન શકું, કેમકે મારી દીકરી હંમેશા જીવન જીવવાની કળા, જીવનને કેવી રીતે જીવવું એ પ્રકારના પુસ્તકો વાંચતી હતી. એક માની નજર તો એ કહી રહી છે એને કોઈએ મારીને લટકાવી દીધી છે અને એની ઝીણવટ ભરી તપાસ થાય એ જ મારી ઈચ્છા છે.
આ પણ વાંચો: બોડેલીથી સગીરાનું અપહરણ કરી મિત્રની મદદ લઈને રાજકોટમાં આચર્યું દુષ્કર્મ, બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ