- તાલુકા પંચાયતમાં અધિકારીઓ અને આગેવાનોની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
- વાંસદા બાદ ચીખલી તાલુકાને સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો લેવાયો નિર્ણય
- લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાનોને અપાઇ છૂટ
નવસારીઃ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન જ એક વિકલ્પ બચ્યો હોવાનું લોકો માની રહ્યા છે. વાંસદા તાલુકા બાદ હવે ચીખલી તાલુકામાં પણ 28 એપ્રિલથી 5 મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હતો. મંગળવારે ચીખલી તાલુકા પંચાયતમાં તંત્રના અધિકારીઓ અને તાલુકાના આગેવાનોની યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓને છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ બાલાસિનોરમાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા સંક્રમણથી ગ્રામજનોમાં ચિંતા
જિલ્લામાં દિવસે દિવસેને કોરોનાના કેસ વધતા ગ્રામ પંચાયતો પણ સ્વૈચ્છિક બંધ કરવાની તૈયારી દર્શાવી રહી છે. તેવામાં વાંસદા તાલુકાને અઠવાડિયા માટે બંધ કરવામાં આવ્યો હતો. તે જ પ્રમાણે હવે ચીખલી તાલુકામાં પણ 28 એપ્રિલથી 5 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃસ્વૈચ્છિક લોકડાઉનના 3 દિવસ બાદ પણ અંબાજીની બજારો સૂમસામ
તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખની બેઠકમાં લેવાયો નિર્ણય
ચીખલી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચીખલીના વેપારી મંડળના આગેવાનો તેમજ તાલુકાના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા બાદ તાલુકામાં અઠવાડિયાનું સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન લગાડવામાં આવ્યું છે. જોકે, લૉકડાઉનમાં શાકભાજી, દૂધ અને મેડિકલ જેવી આવશ્યક ચીજ-વસ્તુઓનની દુકાનોને છૂટ આપવામાં આવી છે. સ્વૈચ્છિક લૉકડાઉનની મદદથી કોરોનાના વધતા સંક્રમણને રોકી શકવાની આશા તાલુકાના આગેવાનો અને અધિકારીઓ સેવી રહ્યા છે.