ETV Bharat / state

વાંસદના 99 ગામોમાં 28 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન - Corona infection

નવસારી જિલ્લામાં કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વાંસદાના 99 ગામોમાં 28 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય વાંસદાના કોંગી ધારાસભ્ય અને ભાજપના આગેવાનોએ સાથે મળી લીધો છે.

99 ગામોમાં 28 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

author img

By

Published : Apr 22, 2021, 9:40 AM IST

  • વાંસદામાં 28 એપ્રિલ સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન
  • તાલુકાના 99 ગામડાંઓમાં વેપારી અને લોકોએ આપ્યો પૂર્ણ પ્રતિસાદ
  • વાંસદાના કોંગી ધારાસભ્ય અને ભાજપના આગેવાનોએ સાથે મળી લીધો નિર્ણય

નવસારી : જિલ્લામાં દિવસેને દિવસે વિકરાળ બની રહેલા કોરોનાની સાંકળ તોડવા માટે નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના વાંસદા તાલુકામાં આજથી 28 એપ્રિલ સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન શરૂ થયું છે. તાલુકાના 99 ગામડાઓમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળી, આગેવાનોની અપીલને સફળ બનાવી છે. સાથે જ પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઇ માતાજીનું મંદિર પણ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું છે.

99 ગામોમાં 28 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
99 ગામોમાં 28 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન

એક વર્ષ પછી કોરોના વાયરસે ફરી ઉથલો મારતા તેની નવી લહેરે કહેર વરસાવી છે. જેમાં નવસારી જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણને રોકવા લોકડાઉન જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે. જેમાં નવસારીના આદિવાસી વિસ્તાર એવો વાંસદા તાલુકો આગળ આવ્યો છે. આદિવાસીઓએ આજથી 28 એપ્રિલ સુધી તાલુકાના 99 ગામોમાં સંપૂર્ણ લોકડાઉન પાળવાની જવાબદારી ઉપાડી છે.

લોકડાઉન માટે વાંસદાનાં ગામડાઓએ પૂર્ણ પ્રતિસાદ આપ્યો

કોંગી ધારાસભ્ય અને આગેવાનો સહિત ભાજપના આગેવાનોએ કરેલી સંયુક્ત બેઠક પછી વાંસદા તાલુકામાં અઠવાડિયા સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેને વાંસદાનાં ગામડાઓએ પૂર્ણ પ્રતિસાદ આપ્યો છે અને તાલુકાના તમામ 99 ગામો સજ્જડ બંધ થયા છે. આ સાથે જ વગર કામે ફરનારા લોકોની પોલીસે પૂછપરછ કરી છે અને લોકડાઉનમાં સહયોગ આપવા અપીલ કરી રહી છે.

આ પણ વાંચો : ભુજમાં ત્રણ દિવસ માટે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો

ઐતિહાસિક ઉનાઇ માતાજી મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ

અહીં આવેલું ઐતિહાસિક ઉનાઇ માતાજી મંદિર પણ કોરોના સંક્રમણને ધ્યાને લઇને 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ છે. જેથી શહેરો કરતાં આદિવાસી પંથકના ગામડાઓ વધુ જાગૃત થયા છે. એવું આજથી બંધ થયેલા વાંસદા તાલુકાને જોઈને લાગી રહ્યું છે.

PHC અને CHC કેન્દ્રો પર સરકાર દ્વારા 10 બેડની વ્યવસ્થા ઉભી કરાઇ

વાંસદા તાલુકાના લોકો જાગૃત થયા પરંતુ અહીં કોરોનાની સારવાર મુદ્દે જે આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળી રહી નથી. વાંસદાના PHC અને CHC કેન્દ્રો પર સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે 10 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં જે દર્દીઓને કોરોનાના લક્ષણો જણાય, તો એમને દવા સાથે હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં કોરોનાને ડામવા વેપારીઓની દિશા સ્વૈચ્છિક લોકડાઉન તરફ

17 કરોડના ખર્ચે બનનારી કોટેજ હોસ્પિટલ તૈયાર નથીથઇ

દર્દીને જો સારવારની જરૂર પડે તો વાંસદાના લોકોએ નવસારી, સુરત કે વલસાડની સિવિલ હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલો પર આધાર રાખવો પડે છે. વાંસદામાં 17 કરોડના ખર્ચે બનનારી કોટેજ હોસ્પિટલ પણ હજુ તૈયાર થઇ નથી. જોકે, તંત્ર દ્વારા 50 બેડની સુવિધા ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો વાંસદા પંથકની કોટેજ હોસ્પિટલ ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા સાથે શરૂ થાય તો વાંસદાના આદિવાસીઓને કોરોનાના કપરા કાળમાં આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે.

કોંગી ધારાસભ્યે પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખની રૂપિયા ફાળવ્યા કોરોના મહામારીમાં વાંસદા તાલુકાના સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં ઓક્સિજન અને ઇન્જેક્શન જેવી જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જેમાં જિલ્લાતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સુવિધા ઉભી કરવા માટે નિષ્ક્રિયતા દર્શાવતા કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે જિલ્લા કલેકટરને પત્ર લખ્યો હતો. જેનો કોઈ ઉત્તર ન આવતા વાંસદમાં લોકોને યોગ્ય કોરોના સારવાર મળી રહે એવા ઉદ્દેશ્ય સાથે સેવાભાવીઓ પાસેથી દાન લઈ અને પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા ફાળવી કોંગી ધારાસભ્યએ આરોગ્ય સુવિધા ઉભી કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.