ETV Bharat / state

વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન - Voluntary Lockdown

નવસારી જિલ્લાના છેવાડાના વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં કોરોનાને કારણે 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં કેટલાય લોકો કોરોના સંક્રમિત થતાં ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જણાઈ રહ્યા છે. ત્યારે વાંસદાની કોટેજ હોસ્પિટલમાં જ ઓક્સિજન સાથે કોરોનાની સારવાર મળી રહે એવી ગ્રામજનો માગ કરી રહ્યા છે.

વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

author img

By

Published : Apr 18, 2021, 10:37 PM IST

  • વાંસદા તાલુકામાં કોરોનાના કેસમાં વધારો
  • ગંગપુર ગામમાં PHC દ્વારા કરાયેલા ટેસ્ટિંગમાં 50થી વધુ લોકો કોરોના પોઝિટિવ
  • ગામને 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું

નવસારીઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. શહેર બાદ હવે ગામડાઓ પણ બાકાત નથી રહ્યા. વાંસદા તાલુકામાં પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં ગંગપુર ગામે ગત દિવસોમાં કોરોનાના કારણે એક પછી એક ચાર લોકોના મૃત્યુ થયા હતા. જેને લઈને ચિંતિત બનેલા ગ્રામજનોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પ્રયાસોથી અને પીએચસીના આરોગ્ય સ્ટાફની મદદથી ગામની સરકારી શાળામાં કોરોના ટેસ્ટિંગ કરાવતાં 124 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ પણ કરાયેલા કોરોના ટેસ્ટિંગમાં 50થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે અને 100 થી વધુ લોકોને કોરોના સંક્રમણની અસર જોવા મળી હતી. જેથી ગંગપુર ગ્રામપંચાયત દ્વારા આગેવાનો સાથે બેઠક કરી ગામમાં 10 દિવસ માટે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યુ છે.

વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

આવશ્યક ચીજવસ્તુઓ સરપંચ અને તેમની ટીમ દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે

આ સ્વૈચ્છિક લોકડાઉનનું ગ્રામજનો કડકાઇથી પાલન કરી રહ્યા છે અને ગામમાં આવશ્યક ચીજવસ્તુઓ સરપંચ અને તેમની ટીમ દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. કોરાનાની સાંકળને તોડવા માટે ગંગપુર ગામ દ્વારા લેવામાં આવેલા કડક પગલાંથી ગામની ત્રણ હજારની વસ્તીને કોરોનાથી બચાવી શકાશે એવી આશા ગ્રામજનો સેવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સુથારપાડા ગામમાં 5 દિવસીય સ્વૈચ્છિક લોકડાઉન

વાંસદામાં જ ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે કોરોનાની સારવાર મળે તેવી માગ

જિલ્લાની સાથે વાંસદા તાલુકામાં પણ છેલ્લા લાંબા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પ્રકૃતિની નજીક હોવા છતાં વાંસદામાં કોરોનાના કેસ વધતા આદિવાસીઓ ચિંતામાં મુકાયા છે. કોરોના દર્દીઓને સારવાર માટે નવસારી, વલસાડ, સુરત જિલ્લાની સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલો પર આધાર રાખવો પડે છે. વાંસદામાં કોટેજ હોસ્પિટલ છે, પરંતુ અહીં ઓક્સિજન કે વેન્ટિલેટર સાથેની વ્યવસ્થા ન હોવાને કારણે ગરીબ લોકોએ આર્થિક મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેથી કોટેજ હોસ્પિટલમાં જ પુરતો ઓક્સિજન પુરવઠો અને વેન્ટિલેટર સાથેની સુવિધા સાથે કોરોનાની સારવાર મળી રહે એવી માંગણી ગંગપુરના ગ્રામજનો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.