ETV Bharat / state

નવસારીમાં વૈદિક પરંપરા ઉજાગર કરવા પ્રગટાવી વૈદિક હોળી - Holika dahan news

ભારતીય સંસ્કૃતિમાં વૈદિક યજ્ઞનું ઘણુ મહત્વ છે. યજ્ઞ થકી ભારતીય ઋષિઓ અનેક શક્તિઓ મેળવતા હતા. ભારતની એજ વૈદિક પરંપરાને ઉજાગર કરવા નવસારી ગાયત્રી પરિવારની સાથે 11 સંસ્થાઓએ અભિયાન છેડયું છે. જેના ભાગ રૂપે આજે હોળીના પાવન પર્વે શહેરના 70 સ્થળોએ વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવી હતી.

નવસારીમાં વૈદિક પરંપરા ઉજાગર કરવા પ્રગટાવી વૈદિક હોળી

author img

By

Published : Mar 29, 2021, 9:24 AM IST

  • ભારતીય સંસ્કૃતિમાં વૈદિક યજ્ઞનું ઘણુ મહત્વ
  • યજ્ઞ થકી ભારતીય ઋષિઓ અનેક શક્તિઓ મેળવતા
  • શહેરમાં 70 સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવાઈ

નવસારી : સતત પર્યાવરણને નુકશાન થવાથી વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળે છે. વાતાવરણ બદલાવાથી પૃથ્વીનું રક્ષણ કરતા ઓઝોન જેવા પડમાં પણ ગાબડા પડ્યા છે. પર્યાવરણ સાથે વાતાવરણને બચાવવા ભારતીય સંસ્કૃતિનું વૈદિક જ્ઞાન ઉત્તમ છે. જેમાં પણ યજ્ઞમાં વિવિધ ઔષઘીની આહૂતિ થકી ઋષિઓ વાતાવરણને શુદ્ધ બનાવવા સાથે અનેક શક્તિઓ પણ મેળવતા હતા.

વૈદિક હોળી
વૈદિક હોળી

ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ સમાન જ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

વૈદિક પરંપરાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે નવસારી ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ સમાન જ વૈદિક હોળી પ્રગટાવવામાં આવે એવા પ્રયાસ થયા અને ગઇકાલે રવિવારે હોળીના પાવન પર્વે તેને સફળતા મળી છે. નવસારીની મજૂર મહાજન સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષોથી વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે. સ્થાનિકોએ 750 કિલો છાણની સ્ટીક સાથે હોળી બનાવી હતી. જેને ઘીની મદદથી પ્રગટાવી હતી સાથે જ એમાં કપૂર અને હવી હોમવામાં આવ્યા હતા. જેને કારણે ધુમાડો ઓછો અને વાતાવરણમાં શુદ્ધતા પ્રસરી હતી. જેની સાથે શહેરમાં 70 સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવાઈ હતી. જોકે પરંપરાગત હોળી કરતા વૈદિક હોળી ત્રણ ગણી મોંઘી સાબિત થાય છે.

વૈદિક હોળી
વૈદિક હોળી

આ પણ વાંચો : ધાર્મિક વિધિ વિધાન સાથે જૂનાગઢ જિલ્લામાં કરાયું હોલિકા દહન

ગૌપાલકો માટે છાણના મૂલ્યવર્ધન થકી આવક

વૈદિક હોળી માટે ગાયના છાણને પ્રોસેસિંગ કરીને સ્ટીક બનાવવામાં આવે છે. ચોરસ આકારની આ સ્ટીક 15 રૂપિયાની કિલો મળે છે. હોળી માટે અંદાજે 750 કિલો કે તેથી વધુ સ્ટીકનો ઉપયોગ લાકડાની જગ્યાએ કરવામાં આવે છે. જે ગૌપાલકો માટે છાણના મૂલ્ય વર્ધન થકી વધારાની આવક બની રહે છે. નોંધનીય છે કે, ગત વર્ષ કરતા સ્ટીકના ભાવમાં 50 ટકાનો વધારો જણાયો હતો.

વૈદિક હોળી
વૈદિક હોળી

આ પણ વાંચો : ધરમપુરમાં સને 1800ની આસપાસથી થાય છે હોલિકા દહન

હોળીની રાખ ખેતરમાં ખાતર તરીકે ઉત્તમ

વૈદિક હોળીમાં છાણની સ્ટીક, ઘી, કપૂર અને ઔષધિ હોળીમાં હોમવામાં આવી હોવાથી તેની રાખ પણ ઘણી ઉપયોગી સાબિત થાય છે. હોળીની રાખનો ખેડૂતો પોતાના ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.