નવસારી ધારાસભ્ય અનંત પટેલ પર ચાર દિવસ પહેલા (MLA Anant Patel attack) થયેલા હુમલાને લઈને વાંસદાની શિવમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેને લઈને કોંગ્રેસ અગ્રણીઓનો અનંત પટેલની મુલાકાત આવતા હોય છે. ત્યારે આજે સ્વર્ગીય અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે ધારાસભ્ય અનંત પટેલની મુલાકાત કરી હતી. (Vasanda MLA Anant Patel attack)
મુમતાઝ મુલાકાતે વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલા બાદ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના દીગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે અનંત પટેલની મુલાકાત લીધી હતી. અનંત પટેલ ઉપર થયેલા હુમલાને મુમતાઝ પટેલે દુઃખદ ગણાવ્યો હતો. કારણ એક MLA પર હુમલો થાય તો આમ જનતાનું શું..? (anant patel mla vansda)
મુમતાઝ પટેલે શું કહ્યું જ્યારે એમને મળ્યા બાદ એમનો સ્ફૂર્તિ જોઈ લાગ્યું કે, અનંત પટેલ લડાયક મૂડમાં છે. સાથે 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા દોષીઓ વહેલામાં વહેલા પકડાય, સાથે જ અનંત પટેલની સુરક્ષા અને જનતાની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે એવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે અમિત શાહ કાલે વાંસદા આવી રહ્યા છે. તો અનંત પટેલને મળીને ખબર પૂછતાં જાય એવી આશા પણ વ્યક્ત કરી હતી. (Anant Patel attack visited Mumtaz Patel)