ETV Bharat / state

Leopard: ચીખલીના મજીગામ ખાતે અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ

author img

By

Published : Apr 21, 2023, 11:01 AM IST

ચીખલીનાં મજીગામ ખાતે અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ છે. છેલ્લા કેટલાય દિવસથી લોકોને હેરાન કરી રહી હતી. જેના કારણે હવે આ દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ચીખલીના મજીગામ ખાતે અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ

નવસારી: ચીખલીનાં મજી ગામમાં વન વિભાગ દ્વારા અઠવાડિયાથી વૉચ ગોઠવવામાં આવી હતી. પાંજરામાં અઢી વર્ષની દીપડી ભારે મહેનત બાદ પાંજરે પુરાઈ છે. વાંસદા તાલુકામાં ખાસ કરીને દિપડાઓ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. નવસારી અને ડાંગ જિલ્લાની સરહદ અડીને આવેલા હોય ડાંગ જિલ્લામાંથી પણ દિપડાઓ નવસારી જિલ્લાની હદમાં પોતાનો વસવાટ છે.પોતાનો આશ્રયસ્થાન અહીં માફક આવ્યું હોય તેમ વાંસદા અને ચીખલી તાલુકામાં દીપડાની દેખાદેવી એ રોજબરોજની ઘટનાઓ બનતી જાય છે.

આ પણ વાંચો Navsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે

લટાર મારતો દીપડો: ચીખલીના મજી ગામમાં પણ થોડા દિવસ અગાઉ સ્થાનિક મના પટેલના ફાર્મ હાઉસની દિવાલ પર આરામથી લટાર મારતો દીપડો જોવા મળ્યો હતો. જે લટારનો વીડિયો ત્યાંથી પસાર થતાં રાહદારીઓ પોતાના મોબાઈલમાં તેનો વિડીયો કેદ કર્યો હતો. આમ ગ્રામીણ વિસ્તારમાં ફરતા દીપડાને લઈને ગ્રામજનોમાં પણ ભયનો માહોલ હતો. તેથી વન વિભાગે વહેલી તકે આ દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરી હતી. જેમાં એક અઠવાડિયાથી દીપડીને પકડવા માટે વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. જેમાં અઠવાડિયા બાદ ગત રોજ વહેલી સવારે ખોરાકની શોધમાં આવેલી અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. વન વિભાગે હાલતો દીપડીનો કબજો લઈ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો Navsari News : નીમ કોટેડ યુરિયામાં ભેળસેળ કરીને ખાતર વેચનારનું કૌભાંડ ઝડપાયું, 88.37 લાખનો માલ જપ્ત

પાંજરું તો મૂકવામાં આવશે: દીપડાનો ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર દેખા દેવાની ઘટના દિવસ અને દિવસે વધતી જાય છે. ગ્રામ્ય વિસ્તારના ગ્રામીણો પણ ભાઈના માહોલમાં જીવી રહ્યા છે. તેઓની પોતાની અને પોતાના ઢોરોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ વન વિભાગ દ્વારા પાંજરું તો મૂકવામાં આવશે. દીપડો પાંજરે પુરા સે પણ ખરા પરંતુ તેનો કાયમી ઉકેલ આવે તેવા કોઈ પગલાં લેવાય એવી ગ્રામજનો આશ માંડી બેઠા છે. બીજી તરફ વાંસદા વન વિભાગના અધિકારી આર. એફ.ઓ જે બી રાઠોડ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વાંસદા વન વિભાગની ટીમ દ્વારા આ દીપડાને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.