નવસારી વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ ( Anant Patel Congress MLA from Vansada ) પર ચાર દિવસ અગાઉ થયેલા હીંચકારા હુમલા ( Attack on Anant Patel ) બાદ આદિવાસીઓએ કરેલા ધરણાને જોતા પોલીસે 72 કલાકમાં હુમલાખોરોને પકડવાની ખાતરી આપી હતી. પરંતુ આજે 72 કલાક વીતવા બાદ પણ આરોપીઓની ધરપકડ ન થતા વાંસદામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અનંત પટેલની તબિયતમાં સુધારો થાય એ માટે પ્રકૃતિ પૂજા કરી, વાપી શામળાજી હાઇવેે બ્લોક કરી આરોપીઓની ધરપકડની માંગ (Demand for arrest of accused )કરી હતી. જોકે અનંત પટલેની સમજાવટથી એક કલાક બાદ હાઇવે ખુલ્લો કરાયો ( Vapi Shamlaji Highway Block ) હતો.
શું હતો વિવાદ ખેરગામના બહેજ ગામેમાં રૂપા ભવાનીના મંદિરમાં અનંત પટેલ જ ચાલે ગીત પર રમાયેલા ગરબા બાદ ઉઠેલા વિવાદમાં ગત 8 ઓક્ટોબરની સાંજે ખેરગામ બજારમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ( Anant Patel Congress MLA from Vansada )ઉપર બહેજ ગામના વતની અને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર તથા તેમના સમર્થકો દ્વારા હુમલો કરી ( Attack on Anant Patel ) ગંભીર રીતે ઘાયલ કર્યા હતાં. જેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા અને નવસારી સહિત આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ખેરગામ પહોંચ્યા અને આરોપીઓની ધરપકડની માંગ (Demand for arrest of accused ) કરતા પોલીસે 72 કલાકની મહોલત લીધી હતી.
ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ તપાસ પોલીસ Navsari Police આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા નિવેદનો સાથે ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઇ તપાસ આગળ ધપાવી રહી છે. પરંતુ 72 કલાક વીતવા છતાં આરોપીઓ ન પકડાતા આજે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધારાસભ્ય અનંત પટેલના સ્વાસ્થ્યમાં વહેલો સુધારો થાય એ માટે હોસ્પિટલ સામે વાપી શામળાજી હાઇવે પર રસ્તો બ્લોક કરી પ્રકૃતિ પૂજા કરી હતી. સારવાર લઈ રહેલા અનંત પટેલે ( Attack on Anant Patel ) પણ હોસ્પિટલની ગેલેરીમાં આવી પ્રકૃતિ પૂજનમાં જોડાયા હતા.
ભીખુ આહીર સામે આક્રોશ અનંત પટેલના સમર્થકોએ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર સામે આક્રોશ ઠાલવી સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી હાઇવે ન ( Vapi Shamlaji Highway Block ) ખોલવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે એક કલાક બાદ અનંત પટેલે તમામને સમજાવીને હાઇવે ખુલ્લો કરવાની અપીલ કરતા હાઇવે ખોલવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધી સાપુતારા જતા અને મહારાષ્ટ્ર, સાપુતારાથી અવતા તેમજ વલસાડથી તાપી અને નવસારી તરફ જતા વાહન ચાલકોને ટ્રાફિક જામમાં કલાકથી વધુ સમય વિતાવવો પડ્યો હતો.
સમાજ માટે લડત અનંત પટેલ સાથે વાત કરતા ( Anant Patel Congress MLA from Vansada ) તેઓએ જણાવ્યું હતું કે 'આદિવાસી સમાજે તેમના માટે જે પ્રકૃતિ પૂજનનું આયોજન કર્યું છે જેને પગલે હૂંફની લાગણી અનુભવું છું સમાજ જે દિશામાં લઈ જશે તે દિશામાં હું જઈશ અને ડર્યા કે ગભરાયા વગર હું ( Attack on Anant Patel ) સમાજ માટે લડત આપીશ'
અમિત શાહ સમક્ષ વિરોધ દર્શાવાશે આદિવાસી આગેવાન રમેશ પટેલે જણાવ્યું હતું 'ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો ( Anant Patel Congress MLA from Vansada ) થયાને આજે ચોથો દિવસ છે અને અમે જે હુમલો કરનારને ( Attack on Anant Patel ) પકડવા માટેનો 72 કલાકનો સમય આપ્યો હતો તે પણ પૂરો થયો. છતાં આરોપીઓને (Demand for arrest of accused ) પકડવામાં આવ્યા નથી. તેથી પોલીસ જો આંદોલન ને જલ્દી ટૂંકાવવા માંગતી હોય તો આરોપીઓને જલ્દી પકડવામાં આવે નહીં તો આદિવાસી સમાજના લોકો આવતી કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવવાના હોય ત્યાં જઈ વિરોધ પ્રદર્શન કરીશું'