નવસારી : દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય ગતિવિધિઓ રાજકીય રીતે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા 'વન સેતુ ચેતના યાત્રા' યોજવામાં આવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને સાંસદ પાટીલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. ઉમરગામ થી અંબાજી ના 14 જિલ્લાઓમાંથી ત્રણ લાખ પરિવારોને આવરી લેનાર 'વન સેતુ ચેતના યાત્રા' પાંચ દિવસ સુધી ચાલશે અને આદિવાસી વિસ્તારોમાં ફરીને વિવિધ યોજનાઓની માહિતી આપશે.3
વન સેતુ ચેતનાનો હેતું જાણો : 'વન સેતુ ચેતના યાત્રા' માં વિવિધ કાર્યક્રમો યોજી લોકોને યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે. જેનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. યાત્રા ની સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઝાંખી પણ યાત્રામાં જોડવામાં આવી છે. નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પાટિલે આદિવાસીઓને રામ ભક્ત ગણાવ્યા હતા અને પ્રભુ શ્રીરામ થી આદિવાસીઓને જુદા ના કરી શકાય તેવી વાતો કરી હતી.
ચૂંટણી માટે મહત્વની સાબિત થશે : સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 'વન સેતુ ચેતના યાત્રા' ગુજરાતની રાજનીતિ માટે મહત્વનું રાજકીય સમીકરણ બની રહેવાનું છે. આદિજાતિ પટ્ટાની 27 વિધાનસભા બેઠકો પર રાજકીય ઉલટફેર કરવાના આશય સાથે રાજ્ય સરકારે શરૂ કરેલી યાત્રા આદિજાતિ લોકો ને રીઝવવા અને મત બેંક એકત્ર કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે.