- ભાઈ બીજની રજા પર બન્ને દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટી પડ્યું
- કોરોનાને ભુલી લોકો રજાની મજા માણવા નીકળ્યા
- બન્ને વિહારધામો પર પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસ પણ ગોઠવાઈ
- દિવાળીના તહેવારો પર કુદરતના ખોળે લોકોએ માણ્યો આનંદ
નવસારી: જિલ્લાનો 52 કિમી લાંબો દરિયા કિનારો છે. જેમાં જલાલપોર તાલુકાના ઉભરાટ (ubharat beach) અને ઐતિહાસિક દાંડી (Dandi Beach) નો દરિયા કિનારો પ્રવાસન ધામ તરીકે વિકસ્યા છે. શનિ- રવિ તેમજ તહેવારોમાં બન્ને સ્થળોએ સહેલાણીઓની સંખ્યા હજારોમાં થતી હોય છે. કોરોના કેસ ઘટતા સરકારે વિહાર ધામ ખોલ્યા છે. જેમાં દોઢ વર્ષ બાદ દિવાળીના તહેવારો પર સહેલાણીઓ મોટી સંખ્યામાં દાંડી અને ઉભરાટ ફરવા ઉમટી પડ્યા છે. જેમાં પણ નવુંવર્ષ અને ભાઈ બીજના બે દિવસોમા પ્રવાસીઓનો ધસારો રહ્યો છે.
આ પણ વાંચો: તહેવારોના દિવસોમાં ગિરનાર રોપ-વે પર ઉમટ્યું માનવ મહેરામણ: કોવિડ ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ
લોકોએ વિભિન્ન રમતો રમીને રજાની મજા માણી
લોકોની સંખ્યા વધતા જિલ્લા પોલીસ દ્વારા દાંડી (Dandi Beach) દરિયા કિનારે 10થી વધુ અને ઉભરાટ (ubharat beach) દરિયા કિનારે 15થી વધુ પોલીસ જવાનો તેમજ હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા વચ્ચે સહેલાણીઓએ દરિયા કિનારે દરિયામાં નાહવાની, બાળકોએ ઘોડસવારી, ઊંટ સવારી, સ્પોર્ટ બાઈકની સવારી સહિત વિભિન્ન રમતો રમીને રજાની મજા માણી હતી.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી કરી
ઉભરાટના દરિયામાં ડૂબતા યુવાનને પોલીસ જવાનોએ બચાવ્યો
નવવર્ષ પર નવસારીના ઉભરાટ (ubharat beach) દરિયા કિનારે મોટી સંખ્યામાં સુરતીઓ ફરવા આવ્યા હતા. જેમાં સુરત કપડા માર્કેટમાં કામ કરતા 6 પરપ્રાંતિય યુવાનો પણ દરિયા કિનારે આવ્યા હતા. જેઓ દરિયામાં નાહવા પડ્યા હતા, જેમાંથી એક યુવાન દરિયામાં ડૂબવા લાગ્યો હતો. જેની જાણ થતા ઉભરાટ આઉટ પોસ્ટના ASI પરભુભાઈ તેમજ તેમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, યુવાનને બચાવી મરોલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે જે યુવાનને બચાવ્યો હતો, એનું નામ જાણી શકાયુ ન હતુ.
દાંડીના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહ સ્મારકમાં પણ પ્રવાસીઓની ભીડ
નવસારીના ઐતિહાસિક દાંડી (Dandi Beach) ના દરિયા કિનારે ભારત સરકાર દ્વારા 15 એકરમાં સ્થાપિત રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકમાં પણ દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. નવાવર્ષના દિવસે સ્મારકની મુલાકાતે 4500 અને આજે ભાઈ બીજના દિવસે 7 હજારથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા.
- આ સિવાય શનિવારે ભાઈ- બીજના દિવસે દમણ (Daman) ના દેવકા, જામપોર, સી- ફેસ, મોટી દમણ લાઈટ હાઉસ બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવ્યાં હતા. બીચ પર પ્રવાસીઓએ વિવિધ રાઈડિંગની મજા સાથે પ્રવાસની યાદગાર ક્ષણોને મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી અને દમણની હોટેલોમાં વેજ- નોનવેજ ફૂડ સાથે શરાબની મોજ પણ માણી હતી.
- દિવાળીના તહેવારો બાદ આવી રહેલી રજા (holidays in diu) ના સમયમાં સંઘ પ્રદેશ દીવમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ટુરીઝમ એક્ટિવિટીને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં જાણીતું અને માનીતું પ્રવાસન સ્થળ દિવ છે, ત્યારે તહેવારોની રજા અને વેકેશનના દિવસોમાં ફરી એક વખત પ્રવાસીઓથી ધમધમતું જોવા મળ્યું હતું.