ETV Bharat / state

Thug life: નવસારીમાં ઈન્ટિરિયર ડિઝાઈનર બની અંધશ્રદ્ધા (superstition)નો ભોગ, પૂત્રના નામે 4 લોકોએ મહિલા પાસેથી 5,000 રૂપિયા પડાવ્યા - મહારાષ્ટ્રિયન ઠગ ભગતો

અત્યારે લોકો ચંદ્ર સુધી પહોંચી ગયા છે ત્યારે કેટલાક લોકો તો હજી અંધશ્રદ્ધા (superstition)માંથી જ બહાર નથી આવી રહ્યા. આવી જ રીતે નવસારીમાં ધર્મના નામે લોકોને છેતરતા ઠગ ભગતોનું કારસ્તાન સામે આવ્યું છે. મહારાષ્ટ્રથી ટેમ્પામાં નંદી લઈને ફરતા 4 ઠગ ભગતોએ શહેરના પારસી હોસ્પિટલ પાસે રહેતી એક મહિલાને ધાર્મિકતાના નામે છેતરી હતી. આ સાથે જ તેના પૂત્રને મેલી નજર લાગી હોવાની બીક બતાવી 5,000 રૂપિયા પડાવી ફરાર થઈ ગયા હતા.

Thug life: નવસારીમાં ઈન્ટિરિયર ડિઝાઈનર બની અંધશ્રદ્ધા (superstition)નો ભોગ, પૂત્રના નામે 4 લોકોએ મહિલા પાસેથી 5,000 રૂપિયા પડાવ્યા

author img

By

Published : Jun 21, 2021, 1:51 PM IST

  • Thug life: નવસારીમાં 4 ઠગ ભગતોએ મહિલા પાસેથી 5,000 રૂપિયા પડાવ્યા
  • 4 ઠગ ભગતોએ મહિલાને અંધશ્રદ્ધા (superstition)નો ભોગ બનાવી પૂત્રને મેલી નજર લાગી હોવાનું જણાવ્યું
  • પારસી હોસ્પિટલ પાસે રહેતી મહિલા સાથે છેતરપિંડી કરી આરોપી થયા હતા ફરાર
  • મહારાષ્ટ્રથી નંદી સાથે આવેલા ચાર ઠગ ભગતોનું કારસ્તાન
  • મહિલાને છેતરાયાનું ભાન થતા કરી પોલીસ ફરિયાદ
  • ટાઉન પોલીસે નંદી સાથે ફરતા ચારેય ઠગ ભગતોની કરી ધરપકડ

નવસારીઃ ધર્મના નામે ઠગનારા ધૂતારાઓ લોકોને ધાર્મિકતાના નામે કે મેલી વિદ્યાના નામે ભોળવી હજારો રૂપિયા ઠગી જતા હોય છે. આવો જ કિસ્સો નવસારીમાં બન્યો છે. મહારાષ્ટ્રથી ટેમ્પોમાં નંદી લઈને ફરતા 4 ઠગ ભગતોએ શહેરના પારસી હોસ્પિટલ (Parasi Hospital) સામેના વિસ્તારમાં રહેતી મહિલાને ધાર્મિકતાના નામે અને તેના પૂત્રને મેલી નજર લાગી હોવાની બીક બતાવી 5,000 રૂપિયા પડાવી ફરાર થયા હતા. મહિલાને છેતરાયાનું ભાન થતા નવસારી ટાઉન પોલીસને ફરિયાદ કરી હતી, જેના ગણતરીના કલાકોમાં પોલીસે નંદી લઈ ફરતા ચારેય મહારાષ્ટ્રિયન ઠગ ભગતોની ધરપકડ કરી તપાસ આરંભી છે.

4 ઠગ ભગતોએ મહિલાના પૂત્રને મેલી નજર લાગી હોવાનું જણાવ્યું હતું

આ પણ વાંચો- પાલનપુરમાં અંધશ્રદ્ધામાં કોરોનાગ્રસ્ત દર્દીનું થયુ મોત, પોલીસે ત્રણ લોકો સામે નોંધી ફરિયાદ

ઈન્ટિરિયર ડિઝાઈનર માતા પૂત્રને મેલી નજર લાગ્યાની વાતે છેતરાઈ

નવસારી જિલ્લાને અડીને મહારાષ્ટ્રની સરહદો (Borders of Maharashtra) છે. અહીં નંદી કે 5 પગવાળી ગાય લઈને મહારાષ્ટ્રથી બળડગાડુ અથવા ટેમ્પો લઈને મહારાષ્ટ્રીયન લોકો ધર્મના નામે ગામ અને શહેરોમાં ફરીને રૂપિયા ઉઘરાવતા હોય છે, જેમાં એક પરિવાર હોય અથવા 4થી 5 લોકો સાથે હોય છે. 19 જૂને પણ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના અષ્ટિ ગામ સ્થિત જલગાંવ સુગર ફેક્ટરી (Jalgaon Sugar Factory) પાસે રહેતા પુંડલીક કાકાજી ભીસે, અમર પુંડલીક ભીસે, રાજેન્દ્ર પુંડલીક ભીસે અને રણજિત સુભાષ કાનડે એક ટેમ્પોમાં નંદી લઈને નવસારી આવ્યા હતા અને ધાર્મિકતાને નામે લોકોને ભોળવી તેમની પાસેથી રૂપિયા ઉઘરાવતા હતા.

મહારાષ્ટ્રથી નંદી સાથે આવેલા ચાર ઠગ ભગતોનું કારસ્તાન

પૂત્રના નામે ડરાવી મહિલા પાસે ઠગોએ પૈસા પડાવ્યા

આ ચારેય નવસારીના પારસી હોસ્પિટલ (Parasi Hospital) સામે આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટ (Ashirvad Flat)ના ફ્લેટ નંબર 104માં રહેતા અને ઈન્ટિરિયર ડિઝાઈનર (Interior designer) 42 વર્ષીય તૃપ્તિ મનીષ શર્માને મળ્યા હતા. ઠગ ભગતોએ તૃપ્તિ શર્માને તમારી સાડાસાતી પૂરી થઈ છે અને તમારે તિરૂપતિ બાલાજી (Tirupati Balaji)ના દર્શને જવું પડશે. આ સાથે જ તમના દિકરાને જોઈ કહ્યું કે, તમારા દિકરા પર મેલી નજર લાગી છે, જેનો ઉપાય નહીં થાય તો ભગવાનની અવકૃપા થશે અને ઉપાય માટે 35 કિલો પેંડા ચડાવવા પડશે નહીં તો પરિવાર પર સંકટ આવશે. ઠગ ભગતોની વાતોમાં ભોળવાઈને તૃપ્તિ શર્માએ તેમને 5,000 રૂપિયા આપી દીધા હતા. બાદમાં તેમને છેતરાયા હોવાનું ભાન થતા તેમણે તાત્કાલિક નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. Conclusion:પોલીસે આરોપીઓની ધરપકડ કરી, 5 હજાર રિકવર કર્યા

Thug life: નવસારીમાં 4 ઠગ ભગતોએ મહિલા પાસેથી 5,000 રૂપિયા પડાવ્યા

આ પણ વાંચો- માનવામાં ન આવે તેવી વાત: નાગના મોતનો બદલો નાગણે લીધો, જાણો સમગ્ર ઘટના...

પોલીસે આરોપીની ધરપકડ કરી પૈસા રિકવર કર્યા

આ સમગ્ર મુદ્દે પોલીસે તપાસને વેગ આપ્યો હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઠગ ભગતો નંદી સાથે શહેરના તીઘરા વિસ્તારમાં આવેલી વાડી પાસે ઉભા છે. આથી પોલીસે તૃપ્તિ શર્માને સાથે રાખી ચારેયની ઓળખ કરાવડાવી ચારેયની ધરપકડ કરી હતી. પોલીસે પુંડલીક ભીસે અને તેના બે પૂત્રો તથા રણજિત કાનડેની ધરપકડ કરી હતી. જ્યારે તેમની પાસેથી 5,000 રૂપિયા રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.