સમગ્ર દેશમાં નવસારી જિલ્લાના અમલસાડી ચીકુની ગુણવત્તાને લઈને પ્રખ્યાત બન્યું છે. વધુ વરસાદને કારણે મેં માહિનાનમાં થયેલું સારું ફ્લાવરિંગ ખરી પડ્યું હતું અને તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે ઉભો પાક જમીન પર પડતા અંદાજીત 10 કરોડ જેટલુ નુકસાન થયાનો અંદાજો સહકારી મંડળીના સંચાલકો માની રહ્યા છે. તો બીજી તરફ લાભપાંચમના દિવસેથી અમલસાડ મંડળીમાં બે થી અઢી હજાર મણ ચીકુની ખરીદી થતી હોય છે.
આ વર્ષે હજુ સુધીમાં માત્ર 500 મણ જેટલા ચીકુ મંડળીમાં પહોંચી શક્યા છે. હવે ફરી ગુણવતા ભેર ચીકુ મંડળીમાં ન આવતા ફરી થોડા સમય માટે યાર્ડ બંધ કરવાનો સમય આવ્યો છે. જેના કારણે ખેડૂતો પર આફત આવી પડી છે. નવેમ્બર-ડિસેમ્બરમાં ચીકુની ખરીદી થાય તો બજારમાં ભાવો સારા મળે છે. એ સમય ગાળા દરમિયાન બીજા ફળો મળતા નથી જેના કારણે ભાવો સારા મળે છે. જ્યારે બીજા ફળોની સિઝન સામે ચીકુના ભાવો બજારમાં ઓછા મળતા ખેડૂતો માટે કપરા ચઢાણો સર કરવા પડશે.