- 20 વર્ષ બાદ શરૂ થઈ રહેલી સિટી બસ માટે ડ્રાઇવર, કન્ડક્ટર અને ડેપો મેનેજર માટે યોજાઈ ભરતી
- એજન્સીએ કોરોના ગાઈડલાઈનના પાલન વગર ભરાવ્યાં ઉમેદવારી ફોર્મ
- બસો 10 રૂટ પર દોડશે
નવસારી : શહેરમાં 20 વર્ષ અગાઉ ગુજરાત એસટી નિગમ દ્વારા સિટી બસ દોડાવવામાં આવતી હતી. જે કોઈ કારણોસર બંધ કરાઈ હતી. આ સિટી બસ સેવા (City bus service) હવે નવસારી-વિજલપોર નગરપાલિકા ખાનગી એજન્સી સાથે Public-private partnership (PPP) ધોરણે શરૂ કરવા જઇ રહી છે. શહેરમાં પ્રારંભિક ધોરણે 8 બસો 10 રૂટ પર દોડાવવામાં આવશે. જેના માટે 16 ડ્રાઇવર, 16 કન્ડક્ટર અને એક ડેપો મેનેજરની ભરતી (Recruitment) કરવા માટે ખાનગી એજન્સી દ્વારા શુક્રવારે ભરતી પ્રક્રિયા (recruitment process) રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કોડીનારમાં 28 વેપારીઓને દંડ
33 પદો માટે 500 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી
કુલ 33 પદો માટેની ભરતી પ્રક્રિયા (recruitment process) માં 400થી 500 ઉમેદવારો પહોંચી જતા, એજન્સીએ છપાવેલા 200 ઉમેદવારી ફોર્મ ઘટી પડ્યા હતા. જેથી ઝેરોક્ષ કઢાવી ફોર્મ વિતરિત કરાયા હતા. જોકે નોકરી મેળવવાની લાહ્યમાં ઉમેદવારો કોરોનાને ભૂલી ગયા હતા અને પાલિકાના હોલમાં યોજાયેલી ભરતી પ્રક્રિયા (recruitment process) માં સોશિયલ ડિસ્ટન્સ (Social distance) ના ધજાગરા ઉડાડ્યા હતા. બીજી તરફ ખાનગી એજન્સી પણ કોરોના ગાઈડલાઈન જાળવામાં નિષ્ફળ રહી હતી. 33 પદો માટે 400થી વધુ ઉમેદવારો આવતા, ઉમેદવારોએ લાયકાત અને મેરીટ વધારે ભરતી કરવામાં આવે એવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે ભરતી પ્રક્રિયા (recruitment process) દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ (Social distance) ન જળવાયા મુદ્દે એજન્સીએ કોરોનાને ધ્યાનમાં લઇ સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જળવાઈ રહે એવી વ્યવસ્થા કરાઇ હતી પણ ઉમેદવારો જ સમજ્યા ન હોવાનું જણાવી લુલો બચાવ કરી લીધો હતો.
આ પણ વાંચો : બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
કન્ડક્ટર માટે 12 પાસ સામે MBA કરેલા ઉમેદવારોએ કરી ઉમેદવારી
નવસારી શહેરમાં શરૂ થનારી સિટી બસ માટે શુક્રવારે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં એજન્સીએ કન્ડક્ટર માટે 12 પાસની અપેક્ષા રાખી હતી. બેરોજગારી (Unemployment) નો દર વધુ હોવાથી 16 કન્ડક્ટરના પદ માટે 12 પાસ ઉમેદવારો સાથે જ ગ્રેજ્યુએટ સહિત BBA અને MBA કરેલા ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હોવાનું એજન્સી સંચાલક દ્વારા જણાવાયું હતું.