- સુરતના દલાલ મારફતે મુંબઈથી યુવતીઓ મગાવી કરાવાતો હતો દેહ વ્યાપાર
- નવસારી SOG પોલીસે બાતમીને આધારે કરી રેડ
- બે દલાલ અને ગ્રાહક સહિત ત્રણ શખ્સોની કરી ધરપકડ
નવસારી : શહેરમાં હાલમાં જ ભળેલા વિરાવળ વિસ્તારમાં નવસારી APMC માર્કેટની સામે આવેલા રોયલ આર્કેડ એપાર્ટમેન્ટના પ્રથમ માળે ફ્લેટ નંબર 108માં છેલ્લા એક મહિનાથી ફ્લેટ ભાડે રાખી કુટણખાનું ચાલતું હોવાની બાતમી નવસારી SOG પોલીસને મળી હતી. જેને આધારે નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે ઘટના સ્થળે છાપો મારતા એક લલના, દલાલ અને નવસારીના કાગદીવાડ ખાતે રહેતા 32 વર્ષીય ઇમરાન દિવાન તેમજ ગ્રાહક અને કાગદીવાડ ખાતે રહેતા 23 વર્ષીય ફૈઝલ સાજીદ પઠાણની અટક કરી હતી. જ્યારે મુંબઈથી લલનાને બોલાવનાર મુખ્ય દલાલ અને સુરતના વાવ ગામે સૂર્યદર્શન સોસાયટીમાં રહેતા હાર્દિક જયંતિલાલ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : જામનગરમાં 2 સ્થળો પર કુટણખાનાનો પર્દાફાશ
વિરાવળમાં છેલ્લા એક મહિનાથી ચાલતુ હતુ કુટણખાનું
ઘટના સ્થળેથી પોલીસે લલનાને છોડાવી, પકડાયેલા બન્ને શખ્સોનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી હતી. દરમિયાન મુખ્ય દલાલ હાર્દિક પટેલ સુરતથી મળી આવતા પોલીસે તેની પણ ધરપકડ કરી ત્રણેય શખ્સોને વધુ તપાસ અર્થે નવસારી ગ્રામ્ય પોલીસને સોંપ્યા છે. જ્યારે રેડ દરમિયાન બન્ને શખ્સો પાસેથી કુલ 5290 રૂપિયા રોકડા અને 20 હજાર રૂપિયાના બે મોબાઇલ ફોન મળી કુલ 25 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : હોટેલની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતા લોકોની ધરપકડ
SOG પોલીસે મહિલા PSIને સાથે રાખી કાર્યવાહી કરી
નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસજી રાણાએ જણાવ્યું હતું કે, નવસારી SOGના PI લીમ્બાચીયાને બાતમી મળી હતી કે, શહેરના વિરાવળ સ્થિત રોયલ આર્કેડમાં કુટણખાનું ચાલી રહ્યું છે. જેને આધારે તેમણે ગ્રામ્ય પોલીસ મથકના મહિલા PSI એસ.બી.ટંડેલને સાથે રાખી ઘટના સ્થળે છાપો મારતા, એક રૂપ લલના તેમજ બે દલાલ મળી આવ્યા હતા. જેમાંથી કાગદીવાડના ઇમરાન દિવાન અને ફૈઝલ પઠાણની ધરપકડ કરી છે. જ્યારે વોન્ટેડ જાહેર કરાયેલા સુરતના હાર્દિક પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણની તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ કરી રહી છે.