ETV Bharat / state

કોરોના કાળમાં તંત્રને ચેતનવંતુ બનાવવાની નવસારીના ધારાસભ્યની કલેક્ટરને ભલામણ - Navsari MLA

નવસારી જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. દિવાળી આસપાસના દિવસોમાં જિલ્લામાં કોરોનાના એક પણ કેસ સામે આવ્યો ન હતો, જેને લઇને જિલ્લામાં કોરોના ટેસ્ટ પણ ઘટી ગયા હતા, પરંતુ દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસ નોંધાતા નવસારીના ધારાસભ્યએ તંત્રને ફરી ચેતનવંતુ બનાવવાનો ભલામણ પત્ર લખ્યો છે.

નવસારીમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં થયો વધારો

author img

By

Published : Nov 25, 2020, 10:08 AM IST

  • નવસારીમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં થયો વધારો
  • ધારાસભ્યએ તંત્રને ફરી ચેતનવંતુ બનાવવાનો ભલામણ પત્ર લખ્યો
  • વેપારી મંડળે પણ કોરોનાના નિયમોનું પાલન કરવા કરી અપીલ

નવસારીઃ જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. દિવાળી આસ-પાસના દિવસોમાં જિલ્લામાં કોરોનાના એક પણ કેસ સામે આવ્યો ન હતો, જેને લઇને જિલ્લામાં કોરોના ટેસ્ટ પણ ઘટી ગયા હતા, પરંતુ દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસ નોંધાતા નવસારીના ધારાસભ્યએ તંત્રને ફરી ચેતનવંતુ બનાવવાનો ભલામણ પત્ર લખ્યો છે. ત્યારે તંત્રની કાર્યરીતી સામે સવાલો ઉભા થયા છે. સાથે જ મંગળવારે નવસારીમાં ૨૫ લોકો સંક્રમિત થયા હોવાની ચર્ચાઓ વચ્ચે આરોગ્ય વિભાગે ફક્ત 9 કોરોના પોઝિટિવ કેસની પુષ્ટિ કરી હતી, જે પણ ધારાસભ્યની ચિંતાને સમર્થન આપે છે.

નવેમ્બર મહિનામાં કોરોનાના કેસમાં થયો વધારો

કોરોના કાળ શરૂ થતા જાહેર લોક ડાઉનના એક મહિના પૂર્વે જ ગત 21 એપ્રિલે નવસારીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ કોરોનાએ ગતિ પકડી અને 31 ઓગસ્ટ સુધીના સવા ચાર મહિનામાં જ કોરોનાનો આંક 896 એ પહોંચ્યો હતો. સપ્ટેમ્બરમાં પણ 285 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જોકે, ઓક્ટોબરમાં કોરોનાના કેસોમાં ઘટાડો જણાયો અને મહિનામાં નવા 150 કેસ નોંધાયા હતા. જેમાં પણ ગત 21 ઓક્ટોબરથી જિલ્લામાં પ્રતિ દિન કોરોનાના 0 થી 4 દર્દીઓ જ સામે આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જેની સાથે જ જિલ્લામાં થતા રેપીડ ટેસ્ટ પણ ઘટાડી દેવામાં આવ્યા હતા. નવેમ્બરમાં પણ મંગળવાર સુધીમાં 66 કોરોનાના દર્દીઓ નોંધાયા છે, જેમાં મંગળવારે જ એકી સાથે 25 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હોવાની ચર્ચાઓ વચ્ચે આરોગ્ય વિભાગે 9 કોરોના પોઝિટિવ કેસની પુષ્ટિ કરી હતી.

ધારાસભ્યએ તંત્રને ફરી ચેતનવંતુ બનાવવાનો ભલામણ પત્ર લખ્યો

ધારાસભ્ય પીયુષ દેસાઇએ જિલ્લા કલેક્ટરને ભલામણ પત્ર લખ્યો

રાજ્યના મહાનગરોમાં દિવાળીના દિવસો બાદ અચાનક કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારે રાત્રી કર્ફ્યું લાદવા સાથે જ શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવો પડ્યો છે, તેમજ પ્રવાસન સ્થળો બંધ કરવા સાથે ફરી મંદિરોમાં પણ ભગવાન ક્વોરોન્ટાઇન થાય એવી સ્થિતિ બની છે. જેથી નવસારી જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થવા સાથે જ તંત્ર સુસ્ત થયુ હોવાની ચિંતા વ્યક્ત કરી, નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઇએ જિલ્લા કલેક્ટરને ભલામણ પત્ર લખ્યો છે. જેમાં કોરોનાની ગંભીરતાને સમજી સુસ્ત તંત્રને ચેતનવંતુ બનાવવા કહ્યુ છે, સાથે જ આરોગ્યની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ રહે તેમજ કોવીડ-૧૯ બેડોની સંખ્યા પણ વધે એવી ભલામણ કરી છે, જે તંત્રની ઉદાસીનતા છતી કરવા સાથે જ કાર્યરીતી ઉપર સવાલો ઉભા કરે છે.

કોરોના કાળમાં તંત્રને ચેતનવંતુ બનાવવાની નવસારીના ધારાસભ્યની કલેક્ટરને ભલામણ

દિવાળીના તહેવાર બાદ લોકોનું આવન-જાવન વધતા કેસમાં થયો વધારો

ધારાસભ્યની તંત્ર સુસ્ત હોવાની વાતનું આરોગ્ય વિભાગે ખંડન કરી દિવાળીના તહેવારોમાં પણ કાર્યરત રહી, કોરોનાને કાબુમાં રાખવાના પ્રયાસો કર્યાનો રાગ આલાપ્યો હતો. સાથે જ જિલ્લામાં હાલની સ્થિતિમાં પણ 800 થી વધુ આરોગ્ય કર્મીઓની ટીમ, 21 ધનવંતરી રથો સાથે જ મોબાઇલ હેલ્થ વાન કાર્યરત છે. જયારે કોરોના ટેસ્ટીંગ વધાર્યું હોવાથી કેસની સંખ્યામાં વધારો થયાની કેફિયત રજૂ કરી હતી. જોકે, દિવાળીની રજાઓમાં ફરવા ગયેલા લોકો, બહારગામથી આવેલા, તેમજ અન્ય શહેરોમાં આવન-જાવન કરતા લોકોને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના દર્શાવી હતી. જેની સામે વેપારી મંડળના પ્રમુખે બજારમાં દુકાનદાર તેમજ ગ્રાહક માસ્ક ફરજીયાત પહેરે અને જાગૃત બની કોરોનાની જંગમાં સહયોગ કરે એવી અપીલ કરી છે.

ટેસ્ટ ઘટાડતા કેસમાં ઘટાડો થયો હતો

ઉલ્લેખનિય છે કે, નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગે ગત બે મહિનામાં કોરોનાના ટેસ્ટ ઘટાડતા સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જણાયો હતો, પરંતુ મહાનગરોમાં કોરોના વકરતા નવસારીમાં કોરોના ટેસ્ટ વધારવામાં આવતા ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.