ETV Bharat / state

વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સુરતની મહિલા બુટલેગર પાસામાં ધકેલાઈ - District Magistrate's Court

નવસારીમાં વિદેશી દારૂની હેરાફેરીમાં ઝડપાયેલી સુરતના જીયાવ ગામની મહિલા બુટલેગર (Surat woman bootlegger arrested) સામેના ગુનામાં આજે નવસારી LCB પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં (Rajkot Central Jail) મોકલવાની તજવીજ હાથ ધરી છે.

વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સુરતની મહિલા બુટલેગર પાસામાં ધકેલાઈ

author img

By

Published : Feb 17, 2022, 11:45 AM IST

નવસારી: નવસારી LCB પોલીસે આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જીયાવ ગામે રહેતી અને વિદેશી દારૂના વેચાણ સાથે જ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલી 29 વર્ષીય મહિલા બુટલેગર નિશા પટેલની (Surat woman bootlegger arrested) પાસા હેઠળ ધરપકડ કરી હતી.

વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સુરતની મહિલા બુટલેગર પાસામાં ધકેલાઈ

આ પણ વાંચો: સુરતમાં મહિલા દ્વારા દારૂની હેરા ફેરીનો વીડિયો વાયરલ

રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવાનો આદેશ

નિશાબેન સામે નવસારી જિલ્લાના નવસારી ગ્રામ્ય અને ખેરગામ પોલીસ મથકમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુના નોંધાયા હતા. લાંબા સમયથી ગુનાહિત ઇતિહાસ ધરાવતી નિશા પટેલ સામે નવસારી જિલ્લા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં (District Magistrate's Court) પાસા અરજી કરી હતી. જેને ધ્યાને લેતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા મહિલા બુટલેગર નિશાની પાસા અરજી માન્ય રાખી તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં (Rajkot Central Jail)મોકલવાનો આદેશ કર્યો હતો. જેને આધારે પોલીસે નિશાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: કુખ્યાત મહિલા બુટલેગર સોનુ ડાંગર પોલીસના સંકજામાં

વર્ષ 2018માં નિશા પટેલને મળી હતી સજા

સુરતના જીયાવ ગામે રહેતી મહિલા બુટલેગર નિશા દમણથી વિદેશી દારૂની ખેપ મારવામાં રીઢા ગુનેગારની કક્ષામાં આવે છે. નિશા પટેલ સામે વલસાડ જિલ્લામાં પણ વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં અગાઉ ધરપકડ થઈ હતી. જેમાં વલસાડ જિલ્લા પોલીસે નિશાને વર્ષ 2018માં પાસા હેઠળ સજા અપાવી હતી. ત્યારબાદ ફરી મહિલા બુટલેગર નિશા પટેલને બીજીવાર પાસા હેઠળ પોલીસ પકડમાં આવી છે અને તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.