- નવસારીની એક શાળામાં સફાઈ કરતા વિદ્યાર્થીઓના વીડિયો સામે આવ્યો
- બાળકો સ્વેચ્છાએ સફાઈ કરતા હોવાની શાળાની કેફિયત
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ઘટના ધ્યાને આવતા શાળાને આચાર્યને તતડાવ્યાં
નવસારી : આજથી શાળાઓના બીજા સત્રનો પ્રારંભ થયો છે. શાળાનો પ્રારંભ થતા જ વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શાળાએ પહોંચ્યાં હતાં. પરંતુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાની તવડી પ્રાથમિક શાળાના બાળકો શાળાએ પહોંચતા જ તેમણે અભ્યાસની જગ્યાએ સફાઈમાં ( Video showing students cleaning school toilet in tavdi navsari ) જોતરાવું પડ્યું હતું.
બાળકો પાસે ટોઇલેટ પણ સાફ કરાવાયા
બાળકો શાળા પરિસરમાં સફાઈ કરવા સાથે બાથરૂમ અને ટોઇલેટ પણ સાફ ( Video showing students cleaning school toilet in tavdi navsari ) કરતા જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે શાળામાં આજે પ્રોજેક્ટ સ્નેહાનો ( Project Sneha ) પ્રારંભ કરાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રોહિત ચૌધરી ( Navsari District Primary Education Officer Rohit Chaudhary ) પણ પહોંચ્યાં હતાં. પરંતુ શાળાના આચાર્યએ એમની હાજરીમાં જ સફાઈ કરાવવાનું ચાલુ રાખતાં શિક્ષણાધિકારીએ આચાર્યને તતડાવ્યાં હંતા અને બાળકો પાસેથી સફાઈ કામ બંધ કરાવવાની સૂચના આપી હતી.
સરકારી ગ્રાન્ટ મળતી હોવા છતાં બાળકો પાસેથી સફાઈ કરાવવી કેટલી યોગ્ય ?
જોકે આચાર્યએ બાળકો પોતાની સ્વેચ્છાએ સફાઈ કરી રહ્યા હોવાનો રાગ આલાપતાં શિક્ષણાધિકારીએ ( Navsari District Primary Education Officer Rohit Chaudhary ) આચાર્યને ઠપકો આપી જણાવ્યું કે જ્યારે સરકાર સફાઈ માટે ગ્રાન્ટ ફાળવતી હોય, ત્યારે બાળકો પાસે કામ ન કરાવાય. હવે આગળ આ પ્રકારની કામગીરી ( students cleaning school toilet in tavdi navsari ) ફરી ન કરાવવા કડકાઈ સાથે સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થવાની વાતથી શાળામાં ઉત્સાહ, વાલીઓ થોડા ચિંતિત
આ પણ વાંચોઃ નવસારીની સર જે. જે. સ્કૂલે RTE હેઠળ 23 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપ્યો, વાલીઓએ કરી રજૂઆત