નવસારી: સરકારે જૈન સમાજના લોકોની માંગને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય લીધો હતો. રાજ્ય પરિવહન નિગમ દ્વારા હવે નવસારીથી શંખેશ્વર અને શંખેશ્વરથી નવસારી બસ સુવિધા શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શંખેશ્વર જૈન સાંજના લોકોનું પવિત્ર ધામ છે અને મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એસ.ટી વિભાગના આ નિર્ણયને લઈને જૈન સમાજના લોકોમાં ખુશીનો લાગણી છે.
'નવસારીથી અમારા તીર્થસ્થાન શંખેશ્વર જવા માટે જે બસ સેવા ચાલુ કરવામાં આવી છે. જેમાં નવસારીમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા જૈન સમાજના લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. સાથે જ નવસારી જિલ્લામાં વસતા બનાસકાંઠા અને સાબરકાંઠાના લોકો માટે પણ આ બસ સેવા ખૂબ ફળદાયી નીવડશે.' -જૈન સમાજના અગ્રણી
અનેકવાર રજૂઆત: નવસારીમાં આશરે 20 હજાર કરતાં વધુ જૈનોની વસ્તી છે. જૈનોના પવિત્ર યાત્રાધામ શંખેશ્વર આવવા જવા માટે વર્ષોથી નવસારીથી કોઈપણ જાતની બસની સુવિધાનો અભાવ જોવા મળતો હતો. બસ ચાલુ કરાવવા બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જેને એસ.ટી વિભાગે માન્ય રાખી હતી.
'જૈન સમાજના આગેવાનો તરફથી અવારનવાર અમને શંખેશ્વર જવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ નિગમ દ્વારા તારીખ 1 9 2023 થી સ્લીપર કોચ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યોછે. જેની મુસાફરો લાભ લઇ તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.' -કે.એસ ગાંધી, સિનિયર ડેપો મેનેજર
બસનો રૂટ: જૈન સમાજની આ માંગણીના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ડેઇલી સ્લીપર કોચ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેનું ભાડું ટુ બાય વન ઉસબેક એરીયાનું સેટિંગ ભાડું 325 છે અને સ્લીપર બર્થ માટે 405 રૂપિયા ભાડું નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ બસ નવસારીથી રાત્રે 9:00 કલાકથી ઉપડશે અને નવસારી શંખેશ્વર સમી વાયા સુરત, બરોડા, અમદાવાદ, આણંદ, વિરમગામ અને માંડલના મુસાફરો આ બસ સેવાનો લાભ ઉઠાવી શકશે. શંખેશ્વરથી આ બસ સમી, માંડલ, વિરમગામ, સાણંદ, અમદાવાદ, વડોદરા, સુરતથી પરત થઈ નવસારી આવશે ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે આ બસની માંગ કરવામાં આવી હતી.