નવસારીઃ ગણદેવી નગરપાલિકાની વાર્ષિક આવકના 40 ટકાથી વધુ લાઈટ બિલ ભરવામાં ખર્ચાઈ (Reduction in light bill of Gandevi municipality) જાય છે. આથી પાલિકાનું ભંડોળ બચાવવાના ઉદ્દેશ સાથે ગણદેવી પાલિકાના શાસકોએ શહેરના વડા તળાવની પાળ પર 1 કરોડ રૂપિયાના ખર્ચે સોલર પ્લાન્ટ લગાવવાનું આયોજન કર્યું છે. આ સોલાર પાર્કથી (Solar Park in Navsari) પાલિકાનું વાર્ષિક લાખોનું લાઈટ બિલ 50 ટકા ઘટશે.
આ પણ વાંચો- સોલાર ઊર્જામાં કેવી રીતે બનશે 'આત્મનિર્ભર ભારત'? 90 ટકા Solar panels ચીનથી આવે છે!
આ વર્ષના બજેટમાં સોલાર પ્લાન્ટ લગાવવાનું કરાયું આયોજન
ગણદેવી નગરપાલિકાનો 'ડ' વર્ગની પાલિકામાં સમાવેશ થાય છે. પાલિકા વિસ્તારમાં અંદાજે 7,000 મિલકતો છે, જેના વેરા અને અન્ય આવક મળી પાલિકાને વર્ષે અંદાજે સવા કરોડ રૂપિયાની સ્વભંડોળની આવક છે. આની સામે પાલિકાને વર્ષ 48થી 50 લાખ રૂપિયાનું લાઈટ બિલ આવે છે. આના કારણે પાલિકાની સ્વભંડોળની આવકમાં લાઈટ બિલ જ મોટો ખર્ચ (Reduction in light bill of Gandevi municipality) પાડી જાય છે. આથી આ ખર્ચને ઘટાડવા ગણદેવી નગરપાલિકા દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં શહેરના વડા તળાવની એક તરફની પાળ પર સોલર પ્લાન્ટ લગાવવાનું (Solar Park in Navsari) આયોજન કર્યું છે.
આ પણ વાંચો- Gujarat Solar Development: પીવીસી મોડયુલરનો ટેકનોલોજીથી સોલાર ઉતપન્ન થશે
નગરપાલિકાના લાઈટ બિલમાં થશે 50 ટકાનો ઘટાડો
આ સોલર પ્લાન્ટ શરૂ થતાં પાલિકાને લાઈટ બિલના ખર્ચમાં 50 ટકાથી વધુનો ઘટાડો (Reduction in light bill of Gandevi municipality) થશે. તેની સાથે જ પાલિકા વડા તળાવના બ્યૂટિફિકેશન (Beautification of Vada Lake) માટેના પણ પ્રયાસો કરી રહી છે, જેથી ગણદેવી શહેરના ઘરેણા સમાન વડા તળાવ શહેરીજનો માટે પર્યટનનું સ્થળ પણ બની રહેશે.