- નવસારીના આદિવાસી પટ્ટામાં સ્મૃતિ ઈરાની કોંગ્રેસનો ગઢ તોડવા મેદાનમાં
- ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાની ચીખલીમાં
- ચીખલીના સમરોલીમાં ચુંટણીલક્ષી સભામાં મતદારોને રિઝવવાનો પ્રયાસ
નવસારી : સ્થાનિક સ્વરાજની ચુંટણીનું રણશીંગુ ફૂંકાઈ ચુક્યું છે અને ભાજપ નવસારીના આદિવાસી પટ્ટાના કોંગ્રેસના ગઢ ગણાતા ત્રણ તાલુકાઓ જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ત્યારે આજે નવસારીના વાંસદા બાદ ચીખલીના સમારોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચુંટણી સભામાં રાહુલ ગાંધીના આસામના નિવેદન સામે ગુજરાતમાં ચુંટણી લડી, ચાની ચા અને પાણીનું પાણી કરવાની ખુલ્લી ચેલેન્જ ફેંકી હતી.
સ્મૃતિ ઈરાની નવસારીની મુલાકાતે ભાજપે સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યાનવસારી જિલ્લાના આદિવાસી તાલુકાઓ ગત સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ગુમાવનાર ભાજપે આ આદિવાસી મતદાતાઓને રીઝવવા મંગળવારે સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વાંસદા અને ચીખલીમાં ચુંટણી સભાઓ સંબોધી આપદાઓમાં લોકોના પડખે રહેનારાઓને મત આપવા અપીલ કરી હતી. સાથે જ આસામમાં રાહુલ ગાંધીએ ગુજરાતીઓના ગજવામાંથી પૈસા કાઢી લાવવાના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવી, રાહુલ ગાંધીને ગુજરાતમાંથી ચુંટણી લડવાની ચેલેન્જ ફેંકી હતી. ચુંટણી લડે તો ચાની ચા અને પાણીનું પાણી થવાનો કટાક્ષ કરી, આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસનો સફાયો કરવા મતદાન થકી ભાજપને આશીર્વાદ આપવા અપીલ કરી હતી.