ETV Bharat / state

નવસારીમાં સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ, 7 દુકાનદારની ધરપકડ - GUJRAT LOCKDOWN

કોરોનાને સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન વધારવામાં આવ્યું છે. લોકડાઉનમાં નવસારી જિલ્લા પોલીસ વધુ કડક બની છે. જેમાં કામ સિવાય ઘરની બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે બુધવારે શહેરમાં પોતાની દુકાન બહાર સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરનાર 7 દુકાનદારની ધરપકડ કરી હતી.

નવસારીમાં સોશ્યલ ડીસ્ટનસિંગનો ભંગ કરનાર ૭ દુકાનદારોની ધરપકડ
નવસારીમાં સોશ્યલ ડીસ્ટનસિંગનો ભંગ કરનાર ૭ દુકાનદારોની ધરપકડ નવસારીમાં સોશ્યલ ડીસ્ટનસિંગનો ભંગ કરનાર ૭ દુકાનદારોની ધરપકડ
author img

By

Published : Apr 15, 2020, 9:08 PM IST

નવસારીઃ વિશ્વની સરખામણીમાં કોરોનાને હરાવવામાં ભારતમાં લગાવવામાં આવેલા લોકડાઉનથી સફળતા મળી છે. જેને કારણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા કાબૂમાં રહી છે. જો કે, તેમ છતા દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, ત્યારે સરકારે જાહેર કરેલા લોકડાઉનના 21 દિવસો પૂર્ણ થતા, તેને લંબાવવાનો નિર્ણય લેવાયો છે.

લોકડાઉન-2માં સરકારે વધુ કડકાઈ દાખવી છે અને લોકોને સખ્તાઈથી નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરી છે. જેને ધ્યાને રાખી નવસારી જિલ્લા કલેકટરે પણ નવું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને ખુલ્લી રાખવાની છૂટ અપાઈ છે. જેથી લોકોને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

જો કે, દુકાનદારોએ દુકાનમાં આવતા ગ્રાહકો પાસે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરાવવાનું કહેવામાં આવ્યું છે. તેમ છતાં શહેરની ઘણી દુકાનોમાં ગ્રાહકો સોશિયલ ડિસ્ટનસિંગ ભંગ કરતા દુકાનદારો સિટી પોલીસના ધ્યાને આવતા શહેરના 7 દુકાનદારની ધરપકડ કરી તેમજ આગળની તપાસ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.