ETV Bharat / state

HSC Exam 2022 : કોરોનામાં સર્વસ્વ ગુમાવ્યું છતાં મક્કમતાથી પરીક્ષા આપી નવસારીનો વિદ્યાર્થી બન્યો પ્રેરણારૂપ - Students Appearing for Board Exams in Navsari

નવસારીના શિવમ શર્માના માતા પિતા ગુમાવ્યા બાદ ફુવાજીનું નિધન થતા નિરાધાર બનતા ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. પરંતુ આ યુવાન મજબૂત મક્કમતાથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા (HSC Exam 2022) આપવાની તૈયારી કરી લીધી છે. આ યુવાનની વાત અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્વરૂપ છે. જુઓ પરીક્ષાના (Board Examination in Navsari) ડરથી નાસી થતા કેવી રીતે ઉત્સાહ મેળવ્યો...

HSC Exam 2022 : કોરોનામાં સર્વસ્વ ખોયુ, છતાં મક્કમતાથી પરીક્ષા આપીને અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાની દાસ્તાન

author img

By

Published : Mar 28, 2022, 10:57 AM IST

નવસારી : કોરોનાએ અનેક પરિવારોને વેર-વિખેર કરી નાંખ્યા છે. ત્યારે ઘણા બાળકો નિરાધાર પણ બન્યા છે. જન્મના થોડા જ વર્ષોમાં માતા-પિતાને ગુમાવનાર શિવમને તેના ફુવાજી દત્તક લઈ યુપીથી નવસારી લઈ આવ્યા હતા. પરંતુ ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં શિવમના ફુવાજી કોરોનામાં સપડાયા બાદ, તેમનું નિધન થયું હતું. ફોઈ મંદબુદ્ધિ હોવાથી તેમને સ્વજનો પોતાની સાથે લઈ જતા, શિવમ શર્મા ફરી નિરાધાર બન્યો હતો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં (HSC Exam 2022) હોવા છતાં શિવમ આખું વર્ષ અભ્યાસ પ્રત્યે સભાન નહીં રહી શક્યો, જેને કારણે બોર્ડની પરીક્ષા (Gujarat Board Examination) પૂર્વે ડિપ્રેશનમાં સરી પડ્યો હતો.

કોરોનામાં સર્વસ્વ ખોયુ, છતાં મક્કમતાથી પરીક્ષા આપીને અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાની દાસ્તાન

આ પણ વાંચો : SSC HSC Exam 2022 : બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન

બે વિષયમાં શિવમ નબળો - એકલા પડેલા શિવમને જીવન નિર્વાહ કરવા ફુવાજીની બચત કામ લાગી. પરંતુ ફેબ્રુઆરીમાં શિવમે જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલને વોટ્સએપ મેસેજ કરી પોતાને પરીક્ષાનો ડર લાગતો હોવાનું અને પોતે બે વિષયમાં નબળો હોવાનું જણાવ્યુ હતુ. જેને ગંભીરતાથી લઈ શિક્ષણાધિકારીએ શિવમને બંને વિષયના નિષ્ણાંત શિક્ષકો મેળવી આપ્યા અને શાળાના આચાર્યને પણ સૂચના આપી શિવમને બનતી મદદ કરી, પરિણામ સ્વરૂપ (Board Examination in Navsari) કલેક્ટર બનવાની ખેવના રાખતા શિવમનો આત્મવિશ્વાસ વધ્યો અને પરીક્ષાની તૈયારી કરી છે.

હતાશ થયેલા 14 વિદ્યાર્થીનું થયું કાઉન્સેલિંગ - બોર્ડ પરીક્ષા આવતા જ ઘણા વિદ્યાર્થીઓ ડરને કારણે પરીક્ષા આપવાનું ટાળી આત્મહત્યા સુધીના પગલાં ભરતા અચકાતા નથી. ઘણા વિદ્યાર્થીઓ પાસે ભૌતિક સુવિધાઓ પણ હોય છે. તેમ છતાં ડિપ્રેશનમાં ન કરવાના કામ કરાવતા હોય છે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા સાથી હેલ્પલાઇન શરૂ કરી હતી. જેનો ફાયદો શિવમ શર્મા જેવા વિદ્યાર્થીઓને મળ્યો અને આજે ઉત્સાહ અને મક્કમતાથી પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં વિષયને લગતી સમસ્યા ધરાવતા 127 વિદ્યાર્થીઓએ (Students Appearing for Board Exams in Navsari) નિષ્ણાત શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવ્યુ છે. જ્યારે 14 વિદ્યાર્થીઓ જે પરીક્ષાના ડરથી નાસી પાસ થયા હતા, એમને મનોવૈજ્ઞાનિકો દ્વારા સમજાવીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

ઉત્સાહ અને મક્કમતાથી પરીક્ષા આપવાની તૈયારી

આ પણ વાંચો : Action Plan on Board Exams 2022 : અમદાવાદમાં 1,73,142 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, CCTVની શી છે વ્યવસ્થા તે પણ જાણો

નિરાશ થઈ આત્મહત્યાનો રસ્તો માટે પ્રેરણા - બોર્ડ પરીક્ષા (SSC HSC Exam 2022) આવે કે વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે જીવનમાં સર્વસ્વ ગુમાવ્યા બાદ પણ મક્કમતાથી જીવનની કસોટીમાં પાસ થવાની હિંમત રાખતો શિવમ શર્મા હજારો માટે પ્રેરણારૂપ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.