- ડાંગ જિલ્લાની નાગલીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પસંદગી
- ડાંગ જિલ્લાની નાગલી પોષકતત્વો ભરપૂર
- ભારતમાં અન્ય ધાન્ય કરતાં ગુજરાત નાગલી-8 ઉત્પાદકતાં વધું
- નાગલીમાંથી અનેક મૂલ્યવર્ધક બનાવટો બને છે
નવસારી: કૃષિ યુનિવર્સિટીના હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, વઘઈ (ડાંગ) ખાતે વિકસાવેલી નાગલીની જાત ગુજરાત નાગલી-8 ( જી.એન.-8) વર્ષ 2018માં બહાર પાડવામાં આવેલ છે. આ જાતને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ અને તેલંગાણામાં વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવેલ હતી. જેમાં નાગલીની ભલામણ કરેલ જાત જી.એન. -8 વહેલી પાકતી જાતોના ઉત્પાદનમાં શ્રેષ્ઠ સાબિત થયેલ હતું. જેની ઉત્પાદકતા 3079 કિ/હે છે.
ભારતમાં અન્ય ધાન્ય કરતાં ગુજરાત નાગલી-8 ઉત્પાદકતા વધુ
પ્રતિ દિવસ ઉત્પાદકતા મુજબ, નાગલીના આ જાત સ્થાનિક જાત જી.એન.એન,-6 કરતા 14.03 ટકા, રાષ્ટ્રીય કક્ષાની જાત ની.એલ,149 કરતા 17,79 ટકા અને રાષ્ટ્રીય કક્ષાની જાત ની.એલ-352 કરતા 15.24 ટકા વધુ ઉત્પાદન આપે છે. લાલ રંગના ભરાવદાર દાણાની સારી ગુણવત્તા ધરાવતી, વહેલી પાકતી, કાપવામાં એકસરખી અને ઢળી પાડવા સામે પ્રતિકાર જાત છે. થડનો કોહવારો તથા પાનનો, ગાંઠનો અને કણસલાના કરમોડીના રોગ સામે મધ્યમ પ્રતિકારક છે. નાગલી (રાગી) જાત ગુજરાતના નાગલી ઉગાડતા વિસ્તારના ઝોન-1,2 અને 3 માં વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.
ડાંગ જિલ્લાની નાગલીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પસંદગી
લાલ દાણાવાળી ગુજરાતી નાગલી -8 જાતને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પાકૃતિક ખેતી, સેન્દ્રીય ખેતી, સુભાષ પાલેકર ખેતી કરનાર ખેડૂત ભાઈઓની પસંદગી કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર નાગલી પાકનું ચોમાસુ અને ઉનાળુ ઋતુમાં વાવણી કરવાની ખેડૂત ભાઈઓને સુચના આપવામાં આવેલ છે તથા વરસાદી ડુંગરાળ વિસ્તારમાં ફેર રોપણી કરવાની ભલામણ આપવામાં આવે છે.
નાગલીનું વેચાણ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવે છે
સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂત ભાઈઓ ઓર્ગેનિક ખેતી પદ્ધતિમાં આ જાતની વાવેતર કરવા માટે પસંદગી આપેલ છે સન 2018-19માં નાગલી વાવેતર કરતા 22-ભાઈઓ બહેનોને ડૉ.બારઆઈ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા , કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર મારફત આપવામાં આવ્યું હતું. સને 2019-20માં નાગલી વાવેતર કરતાં 39 બહેનોને વિકાસ કરવામા આવ્યું તથા 2021-22માં નાગલીનું વાવેતર કરવા માટે 49 બહેનોને વિકાસ કરવામા આવ્યું. જેનું સેન્દ્રીય નાગલીનું વેચાણ મૂલ્યવાર્ષિક વસ્તુ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં કરવામાં આવે છે.
નાગલીમાંથી બનતી અનેક મૂલ્યવર્ધક બનાવટો
નાગલી પોષકતત્વોથી ભરપુર હોવાથી લાલ નાગલી દેખાવ આકર્ષક હોવાથી પહેલી પસંદગી છે. જેના પાપડ, શિરો , બિસ્કીટ, નાનખટાઈ, ટોસ વગેરે જુદી-જુદી બનાવટો બને છે.