- રાજ્ય સરકારના કોરોના નિયમોની ઐસી-તૈસી
- ધોરણ 12ના વર્ગો ચલાવતી શાળા ઝડપાઈ
- ધોરણ 12ના 25 વિદ્યાર્થીઓ વર્ગમાં ભણતાં પકડાયાં
- કોરોનાની ગંભીરતા ન સમજતી શાળાની બેદરકારી આવી સામે
- વાલીઓની મંજૂરીથી વર્ગો ચલાવતા હોવાની સંચાલક સ્વામીની કેફિયત
નવસારીઃ ગુજરાતના મહાનગરોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતા, રાજ્ય સરકાર ફરી સક્રિય બની છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓ શરૂ કરવાની કરેલી જાહેરાત પણ સ્થગિત રાખી છે, પરંતુ નવસારી જિલ્લાના ગણદેવીની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલે સરકારના નિયમોની ઐસીતૈસી કરી, ધોરણ 12ના વર્ગો શરૂ કર્યા હતાં. શાળામાં વિદ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ કાર્ય પણ શરૂ કરાયું હતું. જે મામલો સામે આવતા શાળા સંચાલકોએ વાલીઓની મંજૂરીથી વિદ્યાર્થીઓ આવ્યાં હતાં અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓનું નિવારણ માટે બોલાવ્યા હોવાની વાત સાથે પોતાનો બચાવ કર્યો હતો.
- શાળાની બેદરકારી છતાં શિક્ષણ વિભાગનો તપાસ બાદ કાર્યવાહીનો રાગ
સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ અગાઉ પણ ફી મુદ્દે વિવાદમાં રહી હતી. ત્યારે કોરોનાની ગંભીરતા સમજ્યા વિના બાળકોને શાળાએ બોલાવતા, બેદરકાર શાળાની માન્યતા રદ્દ થાય એવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે, ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ પણ શાળા સામે તપાસ બાદ કાર્યવાહીનો રાગ આલાપી રહ્યો છે.