નવસારી: સાપુતારા ખાતે પ્રવાસે ગયેલ સુરત ગરબા ગ્રુપની બસોમાંથી એક બસ માલેગાંવ ઘાટ માર્ગ પર ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત (Saputara Bus Accident) સર્જાયો હતો. જેમાં બે મહિલાઓના મોત થયા છે અને અન્ય મહિલાઓને હોસ્પિટલે ખસેડાયા આવ્યા છે.
આ પણ વાંચો: Santalpur Highway Accident : સાંતલપુર હાઇવે પર અકસ્માત સર્જાતા 25 પ્રવાસીઓ પહોંચ્યા હોસ્પિટલ
અકસ્માતમાં બે મહિલાના મોત : સાપુતારા ખાતે રજાની મજા માણવા સુરતનાના ગરબા ગ્રુપની મહિલાઓની પાંચ બસ રાત્રે 8:30 એ ઉપડી હતી, આ બસોમાંથી નિકુંજ ટ્રાવેલ્સની એક બસને માલેગાંવ પાસે ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બે મહિલાના મોત થયા છે. આ બસમાં સુરતના અડાજણ વિસ્તારની ગરબા ક્લાસીસની 50થી વધુ મહિલાઓ સવાર હતી. માલેગાંવ ઘાટ માર્ગ પર બસની બ્રેક ફેલ થતાં ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવ્યું હતું અને બસ ડ્રાઇવરના કંટ્રોલમાં ના રહેતા ખીણમાં ખાબકી હતી.
8 જેટલા ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સુરત રીફર કરવામાં આવ્યા : અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને સાથેની અન્ય બસના સાથી મુસાફરો મદદે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. 46 જેટલી મહિલાઓ અકસ્માતમાં ઈજા પામી હતી. તેમાંથી 21 મહિલાઓને નજીકના સામગહાન પીએચસી પર સારવાર અર્થે લઈ ગયા હતા અન્ય 15 મહિલાઓને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ 8 જેટલા ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સુરત રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે 2 મહિલાઓના મોત થયા છે.
આ પણ વાંચો: ST Bus Accident in Ahmedabad: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ST બસનો અકસ્માત, 20થી વધુ ઈજાગ્રસ્ત