નવસારીઃ જિલ્લાના વિજલપોર શહેરમાં નગર પાલિકા દ્વારા પણ શહેરમાં સફાઈ અભિયાન છેડવા સાથે જ મુખ્ય જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિજલપોર શહેરની સોસાયટીના રહીશો પણ કોરોના સામેની લડાઈમાં પાલિકાની પડખે આવ્યા છે. શહેરની વનગંગા સોસાયટી નજીકની પાર્થ કોલોનીના યુવાનોએ પણ પોતાની સોસાયટીમાં સફાઈ કરીને પાલિકાને સહયોગ આપ્યો હતો.
નવસારીમાં સેનેટાઈઝેશનનો પ્રારંભ, સોસાયટીવાસીઓએ પણ કરી સફાઈ - Gujarat Lockdown
કોરોનાની વધતી જતી તાકાતને તોડવા માટે નવસારી નગર પાલિકા દ્વારા શહેરને સેનેટાઈઝ કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં જેટલી સ્વચ્છતા હશે, એટલી કોરોના વાયરસ સામેની લડાઈ અસરકારક રહેશે. જેને લઈને સમગ્ર શહેરમાં ડીડીટી પાવડરનાં છંટકાવ સાથે કેમિકલયુક્ત મિશ્રણ સાથે પણ શહેરમાં શાકભાજી માર્કેટ, નવસારી નગર પાલિકા, નવસારી કોર્ટ સહીતના મહત્વના સ્થળોએ પાલિકા દ્વારા આજથી સેનેટાઇઝનની કામગીરી આરંભી છે.
નવસારી નગર પાલિકા