ETV Bharat / state

Salutation Ceremony of Navsari Sarpanch 2021: ભાજપના ધારાસભ્યનો બફાટ, કહ્યું- મારા ઘરથી ગાંધીનગર સુધીના રસ્તામાં એક પણ ખાડો નથી - કેબિનેટ પ્રધાન નરેશ પટેલ સરપંચોના અભિવાદન સમારોહમાં

નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવા માટે જિલ્લા ભાજપે સુરખાઈ ગામમાં અભિવાદન સમારોહ (Salutation Ceremony of Navsari Sarpanch 2021) યોજ્યો હતો, જેમાં 261 ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડના સભ્યો આવ્યા હોવાનો (Honor of newly appointed sarpanches in Surkhai village) ભાજપે દાવો કર્યો હતો. બીજી તરફ આ સંમેલનમાં ભાજપના ધારાસભ્યએ બફાટ (BJP MLA's ridiculous statement) મારતા કહ્યું હતું કે, તેમના ઘરેથી ગાંધીનગર સુધીના રસ્તામાં એક પણ ખાડો નથી. સાથે જ તેમણે ખરાબ રસ્તા અંગે પશુઓને જવાબદાર ગણાવ્યા હતા.

author img

By

Published : Dec 29, 2021, 10:19 AM IST

નવસારીઃ તાજેતરમાં જ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે નવસારી જિલ્લામાં સુરખાઈ ગામમાં જિલ્લા ભાજપે અભિવાદન સમારોહ (Salutation Ceremony of Navsari Sarpanch 2021) યોજ્યો હતો, જેમાં જિલ્લાના ભાજપની વિચારધારાથી પ્રેરિત 261 સરપંચોને સન્માનિત (Honor of newly appointed sarpanches in Surkhai village) કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ રહ્યા ગેરહાજર

જિલ્લા ભાજપે યોજ્યો અભિવાદન સમારોહ

જિલ્લાની 308 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Navsari Gram Panchayat Election 2021) થોડા દિવસો અગાઉ જ પૂર્ણ થઈ છે, જેમાં 35 ગ્રામ પંચાયત સમરસ થઈ હતી અને કેટલીકમાં સરપંચ અને ઉમેદવારો બિનહરીફ થતા 269 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ હતી, જેનું પરિણામ 21 ડિસેમ્બરે આવ્યા બાદ નવસારી જિલ્લા ભાજપ દ્વારા આદિવાસી પટ્ટાના સુરખાઈ ગામમાં આવેલી (Honor of newly appointed sarpanches in Surkhai village) ધોડિયા સમાજની વાડીમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં વિજેતા સરપંચ અને સભ્યોનો અભિવાદન સમારોહ (Salutation Ceremony of Navsari Sarpanch 2021) યોજ્યો હતો.

ભાજપના ધારાસભ્ય આર. સી. પટેલે કર્યો બફાટ

આ સમારંભમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અનુપસ્થિત રહ્યા હતા. તો રાજ્યના અન્ન અને પૂરવઠા પ્રધાન નરેશ પટેલની ઉપસ્થિતિમાં સમારોહમાં આવેલા સરપંચોને સન્માનિત (Salutation Ceremony of Navsari Sarpanch 2021) કરવામાં આવ્યા હતા. સરપંચોને ગામના વિકાસમાં ગ્રામજનોને સાથે રાખીને આગળ વધવાનું આહ્વાન પૂરવઠા પ્રધાને કર્યું હતું. આ સાથે જ ગ્રામ પંચાયતથી વિધાનસભા સુધી ભાજપની જ સરકાર હોવાથી લોકોની સુવિધામાં વધારો થવાની આશા પણ વ્યક્ત કરી હતી.

જિલ્લા ભાજપે યોજ્યો અભિવાદન સમારોહ
જિલ્લા ભાજપે યોજ્યો અભિવાદન સમારોહ

આ પણ વાંચો- નિરંજની અખાડાના મહામંડલેશ્વર અન્નપૂર્ણા ભારતીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન,'જે પણ ગાંધી બનશે, અમે તેને ગોળી મારીશું'

ધારાસભ્યએ કેનેડા અને ગુજરાતની સરખામણી કરી

તો આ અભિવાદન સમારોહમાં નવસારીમાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, અહીં તેમણે બફાટ મારતા કહ્યું (BJP MLA's ridiculous statement) હતું કે, નવસારીના આટ ગામથી એટલે કે તેમના ઘરથી ગાંધીનગર સુધીના રસ્તા પર એક પણ ખાડો નથી. રસ્તા ખરાબ દેખાય છે. તે પશુઓના કારણે. સાથે જ ધારાસભ્ય આર. સી. પટેલે કેનેડા અને ગુજરાતની સરખામણી પણ કરી દીધી હતી.

જિલ્લા ભાજપે સરપંચોના સન્માન માટે અભિવાદન સમારોહ યોજ્યો

કેનેડામાં નવસારીના NRI સાથે થયેલી વાત ધારાસભ્યએ વાગોળી

આ અભિવાદન સમારોહમાં રાજ્યના કેબિનેટ પ્રધાન નરેશ પટેલ (Cabinet Minister Naresh Patel at the Sarpanch's salute ceremony) અને પૂર્વ વિધાનસભાના નાયબ ઉપદંડક અને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આર. સી. પટેલે સરપંચોને સંબોધતા કેનેડા અને ગુજરાતની સરખામણી કરી નાખી હતી. ધારાસભ્ય કેનેડા ગયા હતા ત્યારે તેમના નિકટના સંબંધી સાથે થયેલી વાત વાગોળી શેખી મારી તેમણે કહ્યું હતું કે, કેનેડામાં લાંબા સમયથી ન રસ્તા બન્યા હતા, પરંતુ જ્યારે હોય ત્યારે NRI ગુજરાત વિશે ખોટું વિચારતા હોય છે. કેમ કે, તેમની અગાઉથી કોંગ્રેસી માનસિકતા રહી છે. આથી ભાજપ સારા કામ કરે, તો તેમને ગમતું નથી.

સુરખાઈ ગામમાં સરપંચોનો અભિવાદન સમારોહ
સુરખાઈ ગામમાં સરપંચોનો અભિવાદન સમારોહ

જલાલપોરના ધારાસભ્યની બડાઈ, રસ્તા પર ખાડા નહીં

ધારાસભ્ય આર. સી. પટેલે પોતાના સંબંધી સામે બડાઈ મારતા (BJP MLA's ridiculous statement) કહ્યું હતું કે, તેમના ઘરેથી નીકળીને ગાંધીનગર સુધી પહોંચે ત્યાં સુધી રસ્તામાં એક પણ ખાડો આવતો નથી, પરંતુ રસ્તા ખરાબ હોવા મુદ્દે રખડતા ઢોરોને જવાબદાર ગણાવ્યા હતા. રસ્તા ઉપર ઢોરના છાણને કારણે રસ્તા ખરાબ દેખાય છે. જોકે, આર. સી. પટેલની વાત બાદ ઉપસ્થિત લોકોમાં રસ્તામાં ખાડા હોવા મુદ્દે સળવળાટ શરૂ થયો હતો.

જિલ્લા ભાજપે યોજ્યો અભિવાદન સમારોહ
જિલ્લા ભાજપે યોજ્યો અભિવાદન સમારોહ

આ પણ વાંચો- CBSE Question Paper :અંગ્રેજીના પ્રશ્નપત્રને લઈને વિવાદને લઈને પ્રિયંકા ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન

નવસારીમાં રસ્તા પરના ખાડા મુદ્દે કોંગ્રેસે ઉજવ્યો હતો ખાડા મહોત્સવ

ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા થોડા મહિના અગાઉ જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તામાં પડેલા ખાડાઓનું સમારકામ થાય એ માટે ખાડા મહોત્સવ યોજ્યો હતો. જ્યારે નવસારી શહેરમાં જ વરસાદી માહોલમાં ઘણી બધી જગ્યાએ ખાડાઓ પડ્યા હતા ત્યારે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ વિદેશ સાથે ગુજરાતની સરખામણી કરવામાં ધારાસભ્ય વાસ્તવિકતા ભૂલ્યા હતા અને ગુજરાતમાં સારા રસ્તા હોવા બાબતે પોતે જ પોતાની પીઠ થાબડી લીધી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.