નવસારીઃ જિલ્લામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર (Red Alert in Navsari due to Heavy Rain) કરાયું છે. તેમ છતાં ગણદેવી તાલુકાના મુરલી ગામમાં 7થી વધુ મહિલાઓ (Heavy Rain in Navsari) નદી કાંઠે ઘાંસ કાપવા ગઈ હતી. ત્યારે પાણીના જળસ્તર વધી જતા 7થી વધુ મહિલાઓ પાણીમાં ફસાતાં સ્થાનિકોએ નાવડીની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું.
આ પણ વાંચો- ઔરંગા નદીમાંથી ફસાયેલા વ્યકિતનું દિલધડક કરાયું રેસ્ક્યું, જૂઓ વીડિયો...
વરસાદ રાહતને બદલે બન્યો આફત - જિલ્લામાં 4 દિવસોથી વરસી રહેલા સાંબેલાધાર વરસાદ રાહતને (Heavy Rain in Navsari) બદલે હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને જિલ્લાના વાંસદા તાલુકામાં 24 કલાકમાં સવા 8 ઈંચ વરસાદ (Heavy Rain in Navsari) વરસ્યો હતો. જ્યારે સવારથી લઈ સવારે 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 88 મિમી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આના કારણે નવસારીની અંબિકા અને કાવેરી નદી (Floods in Ambika and Kaveri rivers) ગાંડીતુર બની હતી અને બે કાંઠે વહેતી જોવા મળી હતી.
આ પણ વાંચો- વરસાદે છોટાઉદેપુરમાં છોતરા કાઢ્યા, પલાસણી કલીડોલી બ્રીજ તૂટ્યો મોઢલા ગામ સંપર્ક વિહોણું
સ્થાનિક યુવાનોએ બચાવ્યો મહિલાઓનો જીવ - નવસારીમાં રવિવારે રેડ એલર્ટ (Red Alert in Navsari due to Heavy Rain) હતું. તેવામાં વહીવટી તંત્રએ નદી કાંઠે જવાની સખત મનાઈ કરી હતી. તેમ છતા ગણદેવી તાલુકાના મોરલી ગામમાં અંબિકા નદીને કિનારે 7થી વધુ મહિલાઓ (Heavy Rain in Navsari) પોતાના પશુધનને ખવડાવવા માટેનું ઘાંસ કાપવા માટે નદીના કાંઠે ગઈ હતી. ત્યારે અચાનક જ નદીનું જળસ્તર વધતા મહિલાઓ ફસાઈ (Women trapped in rainwater in Navsari) ગઈ હતી. તો આ મહિલાઓને સ્થાનિક યુવાનોએ બચાવી હતી.