નવસારીઃ કોરોના મહામારીમાં નવસારીના વિજલપોરમાં અટવાયેલા પોતાના સ્વજનોને મધ્યપ્રદેશ મુકી પરત આવેલા વિજલપોરના યુવાને જિલ્લા વહીવટી તંત્રને પોતાના પરત ફરવાની જાણ ન કરતા થયેલી ફરિયાદને આધારે વિજલપોર પોલીસે યુવાનની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી.
![સ્વજનોને MP મુકી આવ્યા બાદ તંત્રને જાણ ન કરનારા યુવાનની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-yuvan-dharpakad-photo-gj10031_10052020230131_1005f_1589131891_991.jpg)
મળતી માહિતી મુજબ, વિજલપોર શહેરનાં રામનગર 1મા રહેતો 40 વર્ષીય અનિરૂદ્ધ રામશરણ તોમર ગત અઠવાડીએ લોકડાઉનને કારણે વિજલપોરમાં અટવાયેલા તેના સ્વજનોને ખાનગી વાહનમાં મધ્યપ્રદેશ મુકવા ગયો હતો.
સ્વજનોને મધ્યપ્રદેશ મુક્યા બાદ ઘરે પરત ફર્યા બાદ અનિરૂદ્ધ તોમરે નવસારી જિલ્લા વહીવટી તંત્ર કે આરોગ્ય વિભાગ કે વિજલપોર પોલીસ મથકે જાણ કરી ન હતી, પરંતુ અનિરૂદ્ધ MPથી પરત ફર્યો છે અને બિન્દાસ બહાર ફરી રહ્યો હોવાની ફરિયાદ કોઈકે વિજલપોર પોલીસ મથકે નોંધાવી હતી.
જેને આધારે વિજલપોર પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવામાં મળ્યુ હતું કે, અનિરુદ્ધ તોમર પોતાના સ્વજનોને વહીવટી તંત્રની મંજૂરી લઈને મુકવા ગયો હતો, પણ વિજલપોર પરત આવવાની જાણ તેણે કરી ન હતી. જેથી વિજલપોર પોલીસે જાહેરનામાં ભંગની કલમ 237 મુજબ અનિરૂદ્ધની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.