નવસારી: આધુનિક યુગમાં નાના બાળકોથી લઈને દરેક વયના લોકોના જીવનમાં મોબાઈલ અભિન્ન અંગ બની ગયું છે. શેરીની રમતોનું સ્થાન મોબાઈલે લઇ લીધું છે. લોકો સાથે ભેગા થઈને રમતો રમવાની જગ્યાએ એકલવાયા બનીને રહી ગયા છે. ત્યારે નવસારી ખાતે આજે સ્વચ્છ નવસારી પ્રોગ્રામ અંતર્ગત હેપ્પી સ્ટ્રીટ હેઠળ શહેરના લૂન્સી કોઈ વિસ્તારમાં જાહેર માર્ગ પર વિસરાતી જતી રમતોને એક નવા જ અભિગમ સાથે રમાડવામાં આવી હતી.
સ્વચ્છ નવસારી પ્રોગ્રામના સેક્રેટરી નિશી અગ્રવાલે જણાવ્યું હતું કે આજે હેપ્પી સ્ટ્રીટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેકનોલોજીના આ યુગમાં બાળકો આઉટડોર રમતોથી વંચિત થઈ રહ્યા છે અને ફરી આ બાળકો આઉટડોર રમતોમાં પરોવાઈ તે હેતુસર આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તો બીજું તરફ આ પ્રોગ્રામ થકી અમે સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતાનો સંદેશ પણ આપી રહ્યા છે.
'હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો સાથે અમે પણ ભાગ લીધો હતો. અમે લોકોએ પણ બધી રમતોનો આનંદ ઉઠાવ્યો છે. ફરી આવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ કારણ કે અહીં વિસરાઈ ગયેલી રમતોનું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી બાળક મોબાઇલની દુનિયામાંથી બહાર આવી અલગ જ અનુભવ લઈ રહ્યા છે. જેમાં બાળકનો માનસિક અને શારીરિક ખૂબ ઝડપથી થાય છે.' -વાલી
કઈ-કઈ રમતો યોજાઈ?: આ કાર્યક્રમમાં દોરડા ખેંચ, સાપસીડી, કોથરા દોડ અને દોરડા કૂદ જેવી અલગ અલગ રમતો યોજવામાં આવી હતી. મોબાઈલની દુનિયામાંથી નીકળી આઉટડોર રમતોને મોબાઈલ કરતા ઉચ્ચ સ્થાન આપ્યું હતું. હાલમાં જ યુનેસ્કો દ્વારા પોતાના હેરિટેજ યાદીમાં શામેલ એવા ગરબાનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું.