ETV Bharat / state

મને ટિકિટ મળતા વિરોધીઓને જવાબ મળી ગયો: સી.આર પાટીલ - bjp

નવસારી: લોકસભાની ચૂંટણીને લઈ BJPએ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં નવસારી લોકસભા બેઠક પરથી વર્તનમાન સાંસદ સી.આર.પાટીલના નામની જાહેરાત કરવામાં આવતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. તો બીજી તરફ સી.આર.પાટીલે કોળી સમાજના બેનર વિવાદને લઇને સૌ પ્રથમવાર પ્રતિક્રિયા ETV BHARATને આપી હતી.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 2:54 PM IST

Updated : Mar 24, 2019, 6:43 PM IST

વર્તમાન સાંસદ સી.આર પાટીલે કહ્યું કે, પાર્ટીએ મારા પર ભરોસો મૂકી ફરી ટિકિટ આપી છે. છેલ્લા બે ટર્મથી ચૂંટાઈ આવવાનું કારણ મોદી સરકારની વિવિધ યોજનાઓનો લોકોને લાભ મળ્યો છે. સામાન્યથી લઈ દરેક વર્ગના લોકોની વાતો સાંભળવામાં આવી છે. આગામી દિવસોમાં વિકાશના મુદ્દે ચૂંટણીનો લક્ષ્યાંક રહેશે.

સાંસદ સી.આર.પાટીલ

વધુમાં કહ્યું કે, જે લોકો વિરોધ કરતા હતા. તેઓને જવાબ મળી ગયો છે. મારા વિરુદ્ધ બેનર વોર શરૂ કરવામાં આવી. તે કોંગ્રેસ પ્રેરિત હતી. ચોક્કસ નવસારી લોકસભા બેઠક પર કોળી સમાજે કોળી ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી હતી. જો કે કોળી સમાજે મારો વિરોધ કર્યો. એ વાત સદન ખોટી છે.

મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ નવસારી જિલ્લામાં આડકતરી રીતે વર્તમાન સાંસદ સી.આર.પાટીલનો વિરોધ કરતા કોળી પટેલ સમાજને હથકંડો બનાવતા બેનરો જાહેર માર્ગો પર લગાવવામાં આવ્યા હતા. જેને લઇને સાંસદે પહેલી વખત વાત કરી હતી.

R_GJ_NVS_02_24MARCH_NAVSARI_BANNER_VIVAD_SCRIPT_BHAVIN_PATEL

સ્લગ :સી.આર.પાટીલએ કહ્યું જે લોકો વિરોધ કરતા હતા ,તેઓને જવાબ મળી ગયો છે.મારા વિરુદ્ધ બેનર વોર શરૂ કરવામાં આવ્યું
લોકેશન :નવસારી
ભાવિન પટેલ
નવસારી

એન્કર : લોકસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 46 ઉમેદવારો ના નામો ની જાહેરાત કરવામાં આવી.જેમાં સુરત - નવસારી લોકસભા બેઠક પરથી વર્તનમાન સાંસદ સી.આર.પાટીલ ના નામની જાહેરાત કરવામાં આવતા સમર્થકો માં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો.સી.આર.પાટીલ ના નામની જાહેરાત થતા જ ધારાસભ્યો,કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓએ  સી.આર.પાટીલ ના કાર્યાલય બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી...સમર્થકોએ સી.આર.પાટીલનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી જયારે સી.આર.પાટીલએ કોળી સમાજના બેનર વિવાદ ને લઇ સૌ પ્રથમ વાર પ્રતિક્રિયા ઈટીવી ભારત પર આપી હતી.
  
વિયો 1:વર્તમાન સાંસદ સી.આર પાટીલે ઇટીવી ભારતના સંવાદદાતા ભાવિન પટેલ જોડે વાત કરતા જણાવ્યું કે,પાર્ટીએ મારા પર ભરોસો મૂકી ફરી ટીકીટ આપી છે.છેલ્લા બે ટર્મ થી ચૂંટાઈ આવવાનું કારણ મોદી સરકારની વિવિધ યોજનાઓનો  લોકોને લાભ મળ્યો છે.સામાન્ય થી લઈ દરેક વર્ગના લોકોની વાતો સાંભળવામાં આવી છે સને તેમના પ્રશ્નો નો નિકાલ પણ કરવામાં આવ્યો છે.આગામી દિવસોમાં વિકાશના મુદ્દે ચૂંટણી નો લક્ષ્યાંક રહેશે.જે લોકો વિરોધ કરતા હતા ,તેઓને જવાબ મળી ગયો છે.મારા વિરુદ્ધ બેનર વોર શરૂ કરવામાં આવ્યું,તે કોંગ્રેસ પ્રેરિત હતું.સ્વાભાવિક છે કે નવસારી લોકસભા બેઠક પર કોળી સમાજે કોળી ઉમેદવાર ને ટીકીટ આપવામાં આવે તેવી માંગ મૂકી હતી.જો કે કોળી સમાજ દ્વારા મારો વિરોધ કરવામાં આવ્યો હોય ,તે વાત ખોટી છે.નવસારી લોકસભા મત વિસ્તારમાં મોટાભાગના વિકાશના કામો થયા છે

બાઈટ 1::સી.આર.પાટીલ (25,લોકસભા નવસારી ભાજપ ઉમેદવાર)

વિયો 2:લોકસભા ચૂંટણી ની જાહેરાત થતાની સાથેજ દરેક રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં જોતરાઈ જતા હોય છે .સાથે જ પાર્ટીના ઘણા
 નેતા પોતાને ટિકિટ મળવાની ઈચ્છા શક્તિ સાથે પોતાને દિલ્હીની ટિકિટ
મળે એની માંગણી પાર્ટીના નિરિક્ષકો સમક્ષ મૂકે છે પરંતુ પરિસ્થિતિનો તાગ મળતાજ નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકવા આવા દેવતારૂપી મતદારોને જાતિવાદ ના ભરડામાં ઘસડી જવાના પ્રયત્નો કરી પોતાની રાજકીય કારકિર્દી બનાવના પ્રયત્નો પણ કરતા હોય છે એવું જ નવસારી લોકસભાની પરિસ્થિતિ બની હતી.પરંતુ લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથેજ નવસારી જિલ્લામાં આડકતરી રીતે વર્તમાન  સાંસદ સી.આર.પાટીલ નો વિરોધ કરતા કોળી પટેલ સમાજને હથકંડો  બનાવી બેનરો સાથે જાહેર માર્ગોમાં લગાવવામાં આવ્યા હતા જેથી કરી પાટીલને ફરી ભારતીય જનતા પાર્ટી રિપીટ ન કરે અને ટિકિટ વાંચ્છુ ને ટિકિટ મળે જેને લઇ લોકસભાના ઉમેદવાર તરીખે જાહેર થયા બાદ સૌપ્રથમ વાર મીડિયા સમક્ષ વર્તમાન સાંસદ સી.આર પાટીલે ઇટીવી ભારતના સંવાદદાતા ભાવિન પટેલ જોડે વાત કરતા જણાવ્યું કે "આ મારા વિરુદ્ધ બેનર વોર શરૂ કરવામાં આવ્યું હતું જે આ કૃત્ય એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે.બેનરો પણ એકજ જગ્યાએ એ છપાવી ,લગાવી ફોટો પાડી એને વાયરલ કરવાનો હિચકારો પ્રયત્નો કરવામાં આવ્યો હતો પરંતુ આ હિચકારો પ્રયત્નો કરનારની મેલી મુરાદ બર ના આવી શકી .

બાઈટ 2:સી.આર.પાટીલ.( વર્તમાન સાંસદ સુરત - નવસારી)

ભાવિન પટેલ
નવસારી
Last Updated : Mar 24, 2019, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.