નવસારી: "મત હાર તુ હોંસલા, બના લે અપની પરેશાની કો અપની તાકાત તૂ"...એવું જ કંઈક નવસારીના ખેડૂતે કરી બતાવ્યું છે. નવસારીનો આ વિસ્તાર ખારાપાટ છે. જેમાં કોઈ ખેતી કરવી અશક્ય છે. ત્યારે જીગ્નેશ પટેલ આ ખારાપાટ વિસ્તારને પોતાની તાકાત બનાવીને ડ્રેગન ફ્રુટની છ જાતોની ખેતીની શરૂઆત કરી હતી. જેમાં તેઓ અત્યારે કમાણી કરી રહ્યા છે. આ એવી વસ્તુ થઈ કે રણમાં કમળ ખીલ્યું.
4000 હેક્ટરમાં વાવેતર: સમગ્ર ગુજરાતમાં ડ્રેગન ફ્રુટની ખેતી અંદાજિત 4000 હેક્ટરમાં કરવામાં આવે છે. જ્યારે નવસારી જિલ્લામાં 10 હેક્ટર જેટલા વિસ્તારમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં આવે છે. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ઓંજલ ગામ દરિયાઈ પટ્ટી પર આવેલું હોય અહીંની જમીન ખારાશ અને ખારપટ વાળો વિસ્તાર હોય તેથી અહીં ખેતી કરવી અશક્ય છે. અહીંના ખેડૂતો કેરી અને ચીકુનો પાક સમય અંતરે લેતા હતા. પરંતુ ખારાશવાળી જમીનના કારણે ગુણવત્તા યુક્ત ઉત્પાદનના મળતા ખેતી કરવાનું ટાળ્યું હતું.
"તેઓએ 2019 માં પોતાની એક વીઘા જમીન જ્યાં ખાડીનું પાણી ભરાઈ એમાં મીઠું જામી જતું હતું. તે જગ્યાએ નવસારી કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી જૈવિક ખેતીની શરૂઆત કરી કમલમ ફ્રુટ ( ડ્રેગન ફ્રુટ) છ જાતોનું સફળ વાવેતર કર્યું છે. જેમાં વિયેતનામ વાઈટ, થાઈલેન્ડ રેડ, થાઈલેન્ડ વાઈટ, મોરક્કન રેડ, અમેરિકન જમ્બો રેડ, ઓસ્ટ્રેલિયન આઈસિસ ગોલ્ડન યલ્લો જેમાં ઓસ્ટ્રેલિયન આઈસીસી ગોલ્ડન યલો મોરક્કન રેડ અને અમેરિકન જમ્બો રેડ વેરાઈટી ગુજરાતમાં ખૂબ ઓછા પ્રમાણમાં તેનું ઉત્પાદન જોવા મળે છે. - જીગ્નેશ પટેલ (ખેડૂત ઓંજલ ગામ)
44 પોલ ખેતરમાં: તેમણે 44 પોલ પોતાના ખેતરમાં લગાવ્યા છે. જેમાં એક પોલ પર ચાર છોડનું પ્લાન્ટેશન કરવામાં આવે છે. સિઝન દરમિયાન 100 થી 125 ફળ લાગે છે. જેની બજાર કિંમત 80 થી 90 રૂપિયા મળતી હોય છે. જીગ્નેશભાઈએ પોતાના એક વીઘા ખેતરમાં કરેલી ડ્રેગન ફ્રુટ બજારમાં વેચવા જવા માટેની નોબત આવતી નથી. તેઓ પોતાના કોન્ટેક દ્વારા ડ્રેગન ફ્રૂટનું આગળથી બુકિંગ લઈ ગ્રાહકોને સારા ભાવે વેચાણ કરી રહ્યા છે. જેમાં તેઓને સારી આવક ઊભી થઈ છે. ડ્રેગન ફ્રૂટની સીઝન જૂન મહિનાની શરૂઆત થઈ નવેમ્બર મહિના સુધી હોય છે. જેમાં ખેડૂતોને પાંચથી છ વાર હાર્વેસ્ટિંગ પિરિયડ મળે છે.
"ખારાપાટ વિસ્તાર વાળી જમીનમાં ડ્રેગન ફ્રુટની ખેતી આશાસ્પદ ખેતી છે. કારણ કે એક વર્ષની અંદર તેમાં ફળ આવવાની શરૂઆત થઈ જાય છે. ડ્રેગન ફ્રુટ ખાર સહન કરી શકે છે. જેથી રેગ્યુલર જમીનમાં થતા પાક કરતા ખાર વાળી જમીન થતા ડ્રેગન ફ્રુટનો પાક સારી ક્વોલિટી વાળો ટેસ્ટ યુક્ત મળે છે. જેથી તેને ખારાપાટ વિસ્તારમાં આશાસ્પદ પાક કહી શકાય છે."-- બી એમ ટંડેલ (ફળ સંશોધક વૈજ્ઞાનિક નવસારી કૃષિ યુનિવર્સિટી)
ખારાશ વાળી જમીનમાં ખેતી: રાજ્ય સરકાર પણ ડ્રેગન ફ્રુટની ખેતી કરવા માટે વધુમાં વધુ ખેડૂતો જોડાઈ તે હેતુસર રાજ્ય સરકારના બાગાયતી વિભાગ દ્વારા 6 હેક્ટર ખેતી ખર્ચ ગણીને પ્રતિ હેક્ટર છ લાખની સામે 50% મુજબ 3,00,000 ની ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે. જીગ્નેશભાઈ પટેલ ખારપટવારી જમીનમાં ડ્રેગન ફ્રુટ ની સાથે મલ્ટી લેયર ફાર્મિંગ ની પદ્ધતિ અપનાવી ફળ પાક અને શાકભાજી પાક નું સફળ વાવેતર કર્યું છે. મબલખ કમાણી કરી રહ્યા છે. જેને લઈને આસપાસના ખેડૂતો પણ જીગ્નેશભાઈની સફળતાથી પ્રેરણા લઈ પોતાની ખારાશ વાળી જમીનમાં ખેતી કરવા માટે ફરી શરૂઆત કરી છે. તો બીજી તરફ બાગાયત અધિકારી દિનેશ પડાલીયા જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રુટ ની ખેતી કરતા ખેડૂતોને છ હેક્ટર એ ખેતી ખર્ચ ગણીને પ્રતિ હેક્ટર 6 લાખ ખર્ચ સામે 50% મુજબ ત્રણ લાખ રૂપિયાની આર્થિક સબસીડી ખેડૂતોને આપવામાં આવે છે. જેથી કરીને ખેડૂતો આ ખેતી યોગ્ય રીતે કરી શકે".