ETV Bharat / state

યે ક્યા હુઆ..? પતિ-પત્નીના તૂટતા સંબંધોનો લાભ ઉઠાવી મૌલવીએ ખંખેર્યા 48 લાખ - Gujarati news

નવસારીઃ તૂટી જવાની કગાર પર આવી પહોંચેલા લગ્નજીવનમાં ફરી નવી ગાંઠ બાંધવા ગયેલી વલસાડની મહિલાને નવસારીના મૌલવીએ 48 લાખ લૂંટ્યા હોવાની ફરીયાદ નોંધાઈ છે. મૌલવીએ મહિલા પાસેથી તાવીજ અને ઇલાજના જોરે પૈસા કઢાવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જે મામલે નવસારી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવસારી
author img

By

Published : Jul 11, 2019, 11:50 PM IST

વલસાડની મહિલાને લગ્નજીવનમાં અસંતોષ ઉભો થતા મહિલાએ લગ્નજીવન સારી રીતે બંધાય તે માટે મૌલવીનો સહારો લીધો હતો. પતિ-પત્ની વચ્ચે મધ્યસ્થી બનેલા મૌલવીએ મોકાનો લાભ લઈને મહિલા પાસેથી ટુકડે ટુકડે લાખો રૂપિયા ચાઉં કર્યા હતા. મહિલાના મત મુજબ, મૌલવીએ તેની પર કાળો જાદુ કરીને તેને વશમાં કરીને તેની પાસેથી રૂપિયા ઉલેચ્યા હતા અને જ્યારે તેને સારા નરસાનું ભાન થયું ત્યારે તે મૌલવી પાસે પૈસાની ઉઘરાણી કરવા ગઇ, તે સમયે મૌલવીએ તેની પર હુમલો કર્યો જેના સ્વબચાવમાં માતા અને પુત્રીએ મૌલવીને મેથીપાક ચખાડી પોલીસનો સહારો લીધો છે.

પતિ-પત્નીના તૂટતા સંબંધોમાં મૌલવીએ લીધો લાભ
જો કે, આ કેસમાં મૌલવીએ પણ મહિલા પર આક્ષેપ કર્યા છે અને પોતાનો પક્ષ મજબૂત કરવાના પ્રયત્નો કર્યા હતા. હાલ તો, શહેર પોલીસે ઈલિયાસ મૌલવી વિરુદ્ધ ફરિયાદ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અંધ શ્રદ્ધાથી ઘેરાયેલો સમાજ આજે પણ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા કામો કરી રહ્યો છે અને અટકતો નથી. લગ્નજીવન ટકાવી રાખવા પતિ-પત્નીની સમજણ મહત્વની છે. તેના માટે મંત્રોજાપ કે તાવીજ કોઈ ભૂમિકા ભજવતું નથી. ત્યારે આવા કેસમાં કાયદાનો સહારો કે પરમાત્માને કરેલી પ્રાર્થના જ મહત્વનો ઉકેલ આપી શકે છે.

Intro:એન્કર -તૂટી જવાની કગાર પર આવી પોહેંચેલ લગ્નજીવનમાં ફરી નવી ગાંઠ બાંધવા ગયેલી વલસાડની મહિલાને નવસારીના મૌલવીએ મેલી મુરાદ બતાવી આપ્યાનો આક્ષેપ કરી ફરિયાદ નવસારી શહેર પોલીસમાં કરી છે જેમાં મૌલવીએ ૪૮ લાખ મહિલા પાસેથી તાવીજ અને ઇલાજના જોરે કાઢવાયાના આક્ષેપો પણ લગાડ્યા છે 

Body:વીઓ -૧ વલસાડની મહિલાનું લગ્નજીવન ડામાડોળ થતા મહિલા એ લગ્નજીવન બંધાઈ એ માટે મૌલવી નો સહારો લીધો હતો  પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી બનેલા મૌલવીએ મોકાનો લાભ લઈને મહિલા પાસેથી ટુકડે ટુકડે લાખો રૂપિયા ચાઉં કરી કર્યા હતા મહિલાના મત મુજબ કાળા જાદુઓ કરીને મને વશમાં કરીને રૂપિયા ઉલેચ્યા હતા જયારે મને સારા નરસાનું ભાન થતા રૂપિયાની ઉઘરાણી કરવા જતા મૌલવીએ હુમલો કર્યો જેના સ્વબચાવમાં માતા અને પુત્રીએ મૌલવીને મેથીપાક આપી પોલીસનું શરણું લીધું છે 
Conclusion:વીઓ -૩ મૌલવીની મેલી મુરાદ જાણ્યા બાદ મહિલા પોલીસનું શરણું લીધું છે ત્યારે મૌલવી પણ મહિલા પર આક્ષેપ કર્યો છે મહિલાએ કેરોસીન છૂટ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મૌલવી પાસે લગ્નજીવન ટકાવવા આવેલી મહિલાને તાવીજ અને ઈલાજ ભારે પડ્યો છે ત્યારે મૌલવી પણ પોતે ચોખ્ખો ચણાક હોય એવી ભાષાનું પ્રયોજન કરીને પોતાનો પક્ષ મજબૂત કરવાનો પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે હાલતો શહેર પોલીસે ઈલિયાસ મૌલવી વિરુદ્ધ ફરિયાદ કરીને વધુ તપાસ આદરી છે 

વીઓ -૩ અંધ શ્રદ્ધાથી ધેરાયેલો સમાજ આજેપણ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા કામો.કરતા અટકતો નથી લગ્નજીવન ટકાવી રાખવા પતિ પત્ની ની સમજણ મહત્વની છે તેના માટે માત્રોજાપ કે તાવીજ કોઈ ભૂમિકા ભજવતું નથી ત્યારે આવી અંધશ્રધાએ આ બે મહિલાઓએ પોલીસ સ્ટેશનના ચક્કર ખવડાવતી કરી દીધા છે ત્યારૅ આવા કેશોમાં કાયદાનો સહારો કે પરમાત્મા કે કરેલી પ્રાર્થનાજ મહત્વનો ઉકેલ આપી શકે છે...

સ્ટોરી બેન્ડ

  તાવીજ પલીતાને લઈને વલસાડની એક મહિલા પાસેથી ૪૮ લાખ ખંખરી લેતી ફરિયાદ 

પતિ પત્નીની સુલેહ થાય એ માટે મોલવી કઢાવતો હતો મોટી રકમ  મહિલા દ્વારા મુકવામાં આવ્યો આરોપ 

મહિલા પોતાની માતા સાથે રૂપિયા કઢાવવા જતા મોલવીએ કર્યો હુમલો હુમલા બાદ માતા અને પુત્રીએ કરી મોલવી ની ધોલાઈ

બાઈટ -૧  દિયા ચાંપાનેરિયા (ફરિયાદી  મહિલા વલસાડ )
બાઈટ -૨ ઈલિયાસ મોલવી ( મૌલવી નવસારી
બાઈટ -૩ બી એસ મોરી ( ડી વાય એસ પી નવસારી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.