ETV Bharat / state

Navsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ

નવસારીમાં શેરડીના ખેતરોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બન્યો છે, ત્યારે શેરડીની કાપણી દરમિયાન કાપવા માટે આવતા મજૂરો પર ઘણીવાર દીપડાઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. શેરડીના ખેતરમાં છુપાયેલા દીપડાઓને ભગાવવા માટે મજુર અને ખેડૂતોનો અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. (fields Leopard in Navsari)

Navsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, ખેતરમાં છુપાયેલા દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ

author img

By

Published : Feb 4, 2023, 11:40 AM IST

ખેતરમાં છુપાયેલા દીપડાઓને ભગાવવા માટે મજૂર અને ખેડૂતોનો અનોખો પ્રયાસ

નવસારી : જિલ્લામાં શેરડીની કાપણી શરૂ થતાં જ દીપડાઓનો આતંક જોવા મળે છે. જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં શેરડી કાપતા મજૂરો કાપણી પૂર્વે ખેતરમાં આગ લગાવવા સાથે જ થાળી, ડબ્બા વગેરે સાધનો વગાડી ખેતરમાં જો દીપડા હોય તો તેમને ભાગવાનો પ્રયાસ કર્યા બાદ કાપણી આરંભે છે. જોકે દીપડાઓને પકડવા સામાજિક વનીકરણ વિભાગ ફકત પાંજરા મૂકીને સંતોષ માની લે છે, પણ હિંસક પશુઓને માનવ વસ્તીથી દૂર કરવાની કોઈ નક્કર કામગીરી કરી શકતુ નથી.

18 હજાર હેક્ટરમાં શેરડીનો પાક : નવસારી જિલ્લાનો મુખ્ય પાક ડાંગર અને શેરડી છે. જેમાં અંદાજે 18 હજાર હેક્ટરમાં શેરડીનો પાક લેવાય છે. શેરડી ઊંચાઈમાં હોવાથી છેલ્લા થોડા વર્ષોથી નવસારી જિલ્લો વન્ય પ્રાણી દીપડા માટે આશ્રય સ્થાન બન્યો હોય એવી સ્થિતિ છે. નદી, કોતરો સાથે જ ગીચ ખેતી અને બાગાયતી વાડીઓ સાથે જ પાલતુ પશુ પક્ષીઓ ભોજન માટે મળી રહેતા દીપડાને વસવાટ માટે માફક આવે છે. ખાસ કરીને શેરડીની ગીચતામાં વસતા દીપડા શેરડીની કાપણી શરૂ થતાં આસપાસના ગામડાઓમાં દેખાતા થાય છે, જેને કારણે ગ્રામીણોમાં ભયનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો : Chhota Udepur News : મોટા ભાઈના ખોળામાંથી નાના ભાઈને દીપડો ઉપાડી ગયો

દિવસે ખેતરમાં દીપડાના આટાંફેરા : ખેતર વિસ્તારમાં દિવસે પણ દીપડા લટાર મારે છે અને રાત્રિએ ગામડાઓમાં જઈ પાલતુ પશુ કે મરઘાનો શિકાર કરી ફરી ખેતરમાં છુપાઈ જતા હોય છે. જેથી હાલમાં શેરડીની કાપણી શરૂ થઈ છે, ત્યારે ખેડૂતો અને મજુરો સૌ ભેગા થઈ કાપણી પહેલા શેરડીમાં નીચેથી આગ લગાડે છે અને બાદમાં થાળી, ડબ્બા, તપેલા જેવા સાધનો જોર જોરમાં વગાડીને તેમજ અલગ અલગ અવાજો કરી દીપડાને ભગાવવાનો પ્રયાસ કરે છે અને કાપણી આરંભે છે. તેથી કદાચ દિપડા ખેતરમાં હોય, તો ભાગી જાય અને મજૂરો કોઈપણ ભય વિના શેરડી કાપી શકે.

આ પણ વાંચો : નવસારીના બોદાલી ગામમાં લટાર મારતો દીપડો પુરાયો પાંજરે

તંત્ર પર સવાલ : નવસારી જિલ્લામાં દીપડા છાસવારે દેખાય છે, વર્ષોથી સામાજિક વન વિભાગ દીપડાઓ દેખાતા જ પાંજરા ગોઠવી દીપડાઓ પકડવનો સંતોષ માને છે. પરંતુ થોડા દીપડો પકડાય છે, બાકી છટકી જાય છે. વન વિભાગના અધિકારીઓ ફક્ત મીટીંગો કરીને કાગળ પર કામગીરી બતાવી દે છે, પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી કાયમી રીતે દિપડાઓ દૂર થાય એવી કોઈ નક્કર કામગીરી કરતા નથી. હાલમાં જંગલી ભૂંડ વઘ્યા છે અને ખેતરોમાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન કરતા થયા છે, પણ વન વિભાગના અધિકારીઓ ફક્ત મિટિંગોમાં જ વ્યસ્ત રહેવાનું સ્થાનિકો માની રહ્યા છે. જેના કારણે દીપડા અને જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.